ક્રિસમસ પરેડમાં કાળમુખી કાર અનેક લોકો પર ફરી વળી , 20 ધાયલ થાય , જુઓ વિડીયો તમે હચમચી જશો..

અમેરિકાના (USA) વિસ્કોન્સિન (WISCONSIN) રાજના વોકૈશામાં (WOKAISHA) એક મોટી દુર્ઘટના ઘટે છે. અહીં રવિવારના રોજ ક્રિસમસ પરેડમાં (CHRISTMAS PARADE) સામેલ લોકોને (PEOPLE) એક ઝડપથી આવતી SUV કારે ટક્કર (COLLISION) મારી દીધી. જેમાં અંદાજે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. શહેરની પોલીસનાં પ્રમુખ ડૈન થોમ્પસનએ જણાવ્યુ હતું કે , શંકાસ્પદ વાહન (SUSPICIOUS VEHICLE) જપ્ત થઈ ગયું છે. હાલમાં આ સમગ્ર કેસની તપાસ શરૂ છે.

કેટલાક ધાયલોને પોલીસે અને કેટલાક તેઓના પરિવારજનોને હોસ્પિટલમાં ભરતી પણ કર્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ઘટના સ્થળથી નજીક ન જાય. ઘટનાના વિડીયોમાં એક SUV કાર બેરીકેટ તોડીને પરેડ કરી રહેલા લોકોને ટક્કર મારતી જોવા મળે છે.થોમ્પસને કહ્યું કે , વાહને ૨૦ લોકોને ટક્કર મારી હતી. આમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે ઘણા લોકોના મોત થયા છે પોલીસ વડાએ કહ્યું , અમને ત્યારે મૃતકોની ચોક્કસ સંખ્યા ખબર નથી.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઘટના આંતકવાદ સાથે જોડાયેલી છે કે નહીં. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે એક વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે લોકોને કચડી ને કાર નીકળી જાય છે. ત્યાં હાજર લોકો ખૂબ બૂમો પાડે છે. છતા ડ્રાઈવર કાર રોકતો નથી. અન્ય વીડિયોમાં પોલીસ ગાડી પર ગોળીબાર કરતી જોવા મળે છે. કારણ કે તે રોડ પર લાગેલા બેરીકેટ કરતાં આગળ નીકળી ગઇ હતી.

ધટના પર હાજર બેલેન સેટામારિયા નામની મહિલાએ જણાવ્યું કે તે તેનાં પતિ અને ત્રણ વર્ષની દીકરી સાથે સાંજનાં સમયે પરેડમાં શામિલ હોવાનું વિચારી રહી હતી. તેને અચાનક પીઠમાં દર્દ થવા લાગ્યુઓ હતું. જેનાં કારણે તે તેનાં પરિવાર સાથે ફૂટપાથ પર ઉભા રહીને પરેડ જોઈ રહી હતી. ત્યાં અચાનક મને લોકોની ચીસો સંભળાવાનાં અવાજ આવવા લાગ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.