દેશમાં ઓમિક્રોન કેસમાં મોટો રાફડો ફાટ્યો મહારાષ્ટ્રમાં 450 તો દિલ્હીમાં વધીને 320 કેસ..

ભારતમાં કોરોનાના વધતા જતા કેસોએ કેન્દ્રની ચિંતાઓ વધી છે તે જ સમયે કોરોના ઓમિક્રોનના નવા વેરિયન્ટના કેસ પણ રેકોર્ડ બનાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં 1270 લોકો ઓમિક્રોનથી સંક્ર્મણ થયા છે જો કે તેમાંથી 320 લોકોરિકવર થઈ ગયા છે.આ વાયરસ દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો છે.ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે

હકીકતમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 450 કેસ નોંધાયા છે દિલ્હીને બીજો નંબર મળ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રાજધાની દિલ્હીમાં પણ આ દિવસોમાં કોરોનાના કેસમાં ઉછાળો થઈ રહયૉ છે અત્યાર સુધીમાં ઓમિક્રોનના 320 કેસ નોંધાયા અને કેરળમાં ઓમિક્રોનના ત્રીજા નંબરના સૌથી વધુ કેસ છે ઓમિક્રોનના કુલ 109 કેસ નોંધાયા છે.આ મુજબ ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69, તેલંગાણામાં 62, તમિલનાડુમાં 46, કર્ણાટકમાં 34, આંધ્રપ્રદેશમાં 16 કેસ નોંધાયા છે.

24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 16 હજાર 764 નવા કેસ નોંધાયા છે.અને 220 લોકોના મૃત્યુ થયા. અત્યાર સુધી દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 1270 કેસ નોંધાયા છે અને જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં હવે સક્રિય કેસોની સંખ્યા 91 હજાર 361 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 81 હજાર 80 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 7585 રિકવરી થઈ હતી, જે પછી અત્યાર સુધીમાં 3 કરોડ 42 લાખ 66 હજાર 363 લોકો ચેપ થી મુક્ત થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.