ચાલુ કલાસમાં શિક્ષકે ગુરુનાં નામને કલંક લગાડ્યું, વિધાર્થીનીનાં અંગો પર હાથ ફેરવ્યા…

સુરતના કાપોદ્રા અશ્વનિકુમાર રોડ ની જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલ ના ધોરણ ૭માં અભ્યાસ કરતી ૧૨ વર્ષીય કિશોરીને છેલ્લા એક મહિનાથી ચાલુ ક્લાસે છેડતી કરતાં વિજ્ઞાન શિક્ષક ની કાપોદ્રા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં અશ્વિની કુમાર રોડ ખાતે રહેતા પરિવારની ૧૨ વર્ષીય પુત્રી કાપોદ્રા અશ્વિની કુમાર રોડ ની જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલ માં ધોરણ ૭માં અભ્યાસ કરે છે. એક મહિના અગાઉ સ્કૂલેથી બપોરે ઘરે પરત ફરેલી નેહાએ તેની દાદી ને કહ્યું હતું કે ,તેની સ્કુલમાં વિજ્ઞાન ભણાવતા સર નીરવ વૈષ્ણવ ચાલુ કલાસે તેની છાતીના ભાગે, સાથળ પર અને પાછળના ભાગે આ હાથ ફેરવે છે.

પરંતુ દાદી ને લાગ્યું હતું કે, નેહા સ્કૂલે નહિ જવાના બહાના કાઢે છે. આથી તેને વાત ધ્યાને લીધી નહીં. જો કે ત્યારબાદ નેહા તેના સરની ફરિયાદ કરતી હોય દાદીએ બીજા દિવસે સ્કૂલમાં આવી ને મેડમ ને વાત કરવા કહ્યું હતું પણ તે સમયે નેહાએ મેડમ ને વાત નહીં કરવા અને હવે પછી સર આવું કરશે તો તમને કહીશ તેમ કહ્યું હતું.

બે દિવસ બાદ દાદી તેના દિયર ના શ્રાદ્ધ નિમિત્તે તેના વતન ગયા હતા. તે દરમ્યાન ગત રોજ નેહાના પિતાએ તેને ફોન કરી જાણ કરી હતી કે ,નેહા સ્કૂલે જવાની ના પાડતી હતી, તેમણે આ વિશે કારણ પૂછ્યું, તો સર છેડતી કરે છે તે વાત કરે છે અને તેની જાણ દાદીને કરી છે તેમ પણ કહ્યું હતું. આથી દાદીએ સુરત આવી નેહા ને પૂછ્યું ,તો નિરવ સરકારી ગંદી હરકત કરી હતી તેમ કહ્યું હતું.

પરંતુ પ્રિન્સિપાલે પણ સર નો બચાવ કર્યો હતો કે. તેને અમે કાઢી મૂક્યો છે. આથી દાદીએ બનાવ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી શિક્ષક નીરવ વૈષ્ણવ ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.