ડિજિટલ યુગમાં ચોરો પણ થયા ડીજીટલાઈઝ: ઓનલાઈન બાઈકની ડીલરશિપ લેવાને બહાને ગઢિયાએ પડાવ્યા ૨૭ લાખ
News Detail
જેમાં રાજકોટના કારખાનેદારે ઓનલાઈન બાઈકની ડીલરશીપ લેવા જતા ગઢિયાએ તેની પાસેથી ૨૭ લાખ પડાવ્યા બાદ ડીલરશીપ આપવાનો સમય આવતા ફોન ઉપાડવાનું બંધ કરી દેતા તેને છેતરપિંડી થયા હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસમાં નોંધાવી હતી. વિગતો અનુસાર કે.કે.વી હોલ પાસે સામ્રાજ્ય એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ કોટડીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે લોઠડામાં દીપ મેટલ નામનું કારખાનું ધરાવે છે. તેણે ફેસબુક પોસ્ટમાં એર્થર એનર્જી એજન્સીની ડીલરશીપની જાહેરાત જોઈ હતી. જેથી તેણે તેમાં જણાવેલા નંબર ઉપર સંપર્ક કરતા સામેથી કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપી ગઠીયાએ તેનું ઈ-મેલ એડ્રેસ માંગ્યા બાદ તે ઈ-મેલ એડ્રેસ ઉપર ડોકયુમેન્ટ ઉપરાંત કંપનીની શરતો વગેરે મોકલ્યા હતા.આ પછી તેણે કંપનીના મેઈલ એડ્રેસ પર પોતાના ડોકયુમેન્ટ મોકલ્યા હતા. તે સાથે જ ગઠીયાએ તેનો સંપર્ક કરી કહ્યું તમારા ડોકયુમેન્ટ કંપનીમાં વેરીફાઈ થઈ જાય એટલે હું તમને કહીશ. થોડા દીવસ બાદ ગઠીયાએ કોલ કરી ડોકયુમેન્ટ વેરીફાઈ થઈ ગયાનું કહી કંપનીની સાઈટ ઉપરથી ક્ધફરમેન્શન લેટર ડાઉનલોડ કરાવડાવ્યો હતો.સાથોસાથ એજન્સી માટે રૂા.૨૨,૫૦૦ એક એકાઉન્ટ નંબર આપી તેમાં જમા કરાવ્યા હતા. એટલુ જ નહી માસ્ટર કે રીટેલર ડીલરશીપ લેવી છે તેમ પુંછયું હતું. તેણે માસ્ટર ડીલરશીપની વાત કરતા રૂા.૨૭ હજાર ભરાવડાવી કુલ રૂા.૪૯,૫૦૦ની પહોંચ આપી હતી. યારબાદ એગ્રીમેન્ટના કાગળો મેઈલથી મોકલ્યા હતા. જેના રૂા.૧,૩૭,૫૦૦ ભરાવડાવ્યા હતા. બે મોડલના ૩૦-૩૦ બાઈકના લોટનું એડવાન્સ પેમેન્ટ કરવું પડશે તેમ કહી કટકે કટકે રકમ ભરાવતો ગયો હતો.આ રીતે તેણે કુલ રૂા.૨૬.૬૮ લાખ જમા કરાવ્યા બાદ ગઠીયાએ કોલ ઉપાડવાનું બંધ કર્યું હતું. જેથી તેને પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થતાં સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરતા પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી અને આઈટી એકટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.