ડ્રગ્સ લેનાર યુવકનાં ગુપ્તાંગમાં એવી વસ્તુ લગાવી કે… પોલીસનાં આંખે અંધારા આવી ગયાં.

હાલ ગુજરાતનું યુવા ડ્રગ્સનાં રવાડે ચડયું છે. ત્યારે ડ્રગ્સની લતમાં યુવકો એવાં કામ કરી રહ્યાં છે. કે ખુદ પોલીસ પણ આવા કિસ્સા જોઈને ચોંકી જાય છે. અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં સલમાન નામનો યુવકનો મૃતદેહ કચરા પેટીમાંથી મળી આવ્યો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, તેનાં ગુપ્ત ભાગમાં કોઈએ ફેવિકિવક નાંખી હતી. આ માટે તપાસમાં એફએસએલની પણ મદદ લીધી છે .

સલમાનના ગુપ્તાંગમાં ફેવિક્વિક કોણે લગાવી ;
પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે, મૃતક સલમાનના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાંખી દેવામાં આવ્યો હતો. જ્યારે તેનો મિત્ર તેને ઘરે લઈને આવ્યો હતો તો તેને ભારે દર્દી થઈ રહ્યુ હતું. તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લાગેલી હોવાથી તેને પેશાબ પણ થતો ન હતો. સવારે ઊલટીઓ થતા પરિવાર તેને સોલા સિવિલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું.

https://www.youtube.com/watch?v=EHcShVVEJ2Y

ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. સાથે જ પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, જે હોટલમાં સલમાને ડ્રગ્સ લીધુ હતું ત્યાં બે યુવતીઓ પણ હતી. ત્યારે સલમાન પાસે ડ્રગ્સ કેવી રીતે આવ્યું, બે યુવતીઓ કોણ હતી, અને સલમાનના ગુપ્ત ભાગે ફેવિક્વિક કોણે લગાવ્યું તે પોલીસ માટે પણ માથુ ખંજવાળતા પ્રશ્નો છે. પોલીસે હોટલ પાસેના સીસીટીવી મેળવ્યા છે, જેમાં બે યુવતીઓ વિશેની માહિતી ખૂલી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.