સસ્તાનાં લોભે લોકોએ મનભરી આખી બદામ ખરીદી , પેટભરી પસ્તાયા

દિવાળીનો (DIWALI) તહેવાર નજીક છે ત્યારે સસ્તાના (CHEAP) નામે ગઠિયાઓ (ARTHRITIS)ગમે તે પધરાવી જાય તેવો કિસ્સો બહાર આવ્યો છે. વસ્ત્રાપુર (VASTRAPUR) વિસ્તારમાં મોંઘી ગણાતી બદામ ( ALMONDS) ફક્ત રૂપિયા ૨૦૦ કિલો લેખે વેચવા આવતા લોકોએ ખરીદી કરી હતી. જોકે આ બદામ આખી હતી અને ઘરે જઈને લોકો તોડી તો કડવી વખ નીકળી હતી.પછી લોકો ટેમ્પાવાળા (TAMPA) ને શોધવા નીકળ્યા પરંતુ તે ભાગી ગયો હતો. લોકોના પૈસા પડી ગયા હતા.

ગુરુવારે શહેરના પોશ એવા વસ્ત્રાપુર વિસ્તારમાં ટેમ્પામાં ડ્રાય ફૂડ વેચાણ કરવા વેપારી આવ્યા હતા. જેમાં આખી બદામ રૂપિયા ૨૦૦ કિલો કેટલા લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. ટેમ્પાના વેપારી લોકોને બદામ તોડી ને ખવડાવી તો મીઠી નીકળી હતી .વસ્ત્રાપુર વિસ્તારમાં જ ટેમ્પામાં આવેલા વેપારી આશરે ૩૦૦ કિલો થી વધુ બદામ વેચાણ કરી નીકળી ગયા.

આખી બદામ ખરીદી કરનાર એ ઘરે જઈને એક પછી એક બદામ તોડી ને ખાવા જતા કડવી નીકળી હતી. જેથી જેણે બદામ ખરીદી હતી તેઓ બદામ વેચવા આવેલા ટેમ્પાવાળા ને શોધવા નીકળ્યા હતા. અને સાથે કહેવા લાગ્યા કે , આજે ઉલ્લુ બની ગયા.

https://www.youtube.com/watch?v=EaXX5VWozhI

દિવાળી માટે બદામ ખરીદી હતી તે બદામ કડવી નીકળી. જો કે ટેમ્પો ચાલક ૨૦૦ કિલોનાં ભાવે ૩૦૦ કિલો બદામ વેચીને ચાલ્યો ગયો હતો. જયારે બદામ ખરીદનારા કહે છે કે અમે છેતરાયા , હવે કદી રસ્તા ઉપરથી સસ્તી વસ્તુ મળે તો ખરીદીશું જ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.