IPL – ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 5મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સની વચ્ચે એક જબરદસ્ત રોમાંચક મેચ રમાઇ અને બન્ને ટીમો માટે આ સિઝનની પહેલી મેચ હતી અને રાજસ્થાને બાજી મારી લીધી, જોકે મેચમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો કેમ કે આ આખી મેચમાં 27 ચોગ્ગા અને 20 છગ્ગા વાગ્યા.
પરંતુ આમાં એક છગ્ગો એવો પણ નીકળ્યો જેના માટે 5 લાખ રૂપિયાનુ ઇનામ પણ આપવામાં આવ્યુ.અને આ છગ્ગો રાજસ્થાનના બેટ્સમેને ફટકાર્યો અને ઇનામની રકમ કોઇ બીજાને આપવામાં આવી. જાણો શું છે આખો મામલો…..
ટાટા ગૃપ આઇપીએલ સિઝન 15નુ અધિકારિક સ્પૉન્સર છે.અને ટાટા ગૃપે સિઝનની શરૂઆત પહેલા એક મોટી જાહેરાતથી કરી, કે કોઇ બેટ્સમેનનો શૉટ જો ટાટા પંચ બોર્ડ પર વાગે છે, તો કાજીરંગા નેશનલ પાર્કને 5 લાખ રૂપિયા ડૉનેટ કરવામાં આવશે.અને આ મેચમાં રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન દેવદત્તા પડિક્કલ આવુ કરી પણ બતાવ્યુ.
આરઆરની ઇનિંગ દરમિયાન 12મી ઓવરમાં ટી નટરાજન બૉલિંગ કરી રહ્યો હતો, અને બેટિંગ પર પડિક્કલ હતા, પડિક્કલે ઓવરના પહેલા જ બૉલ પર ગતિનો ફાયદો ઉઠાવ્યો અને એક મોટો છગ્ગા ફટકાર્યો. આ શૉટ સીધો ટાટા પંચ બોર્ડ પર જઇને વાગ્યો. હવે ટાટા ગૃપ કાજીરંગા નેશનલ પાર્કને 5 લાખ રૂપિયા ડૉનેટ કરશે અને આ છગ્ગાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.