છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પંખીઓએ વઢવાણા બાજુ વાટ પકડી…

આ વર્ષે વઢવાણામાં પાણીની સપાટી ઊંચી છે.તેમ છતાં,છેલ્લા ત્રણ વર્ષ પૈકી આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં પક્ષીઓ અહીં આવ્યા એ ઘણાં આનંદની વાત છે. અને ઉપરોક્ત જાણકારી આપતાં મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઓલજી અને વઢવાણા આર.એફ.ઓ. આર.એન. પૂવારે જણાવ્યું કે વર્ષ 2020માં આ વેટલેન્ડ ખાતે 83000,2021માં ઘટીને 64000 અને આ વર્ષે 2022માં 31000 જેટલી સંખ્યા વધીને 95000થી વધુ પક્ષીઓ આ તળાવના,અમારા અને ગુજરાતના મહેમાન બન્યા એ હકીકત ખૂબ પ્રોત્સાહક છે.

યાદ રહે કે ત્રણેય વર્ષ કોરોના સાવચેતીઓ પાળીને પંખી ગણના તો કરવામાં આવી જ હતી.આ વર્ષે સૌથી વધુ 18674 જેટલાં નોર્ધન પિંટેલ આવ્યા તો 651 જેટલી સંખ્યામાં કોમન પોર્ચર્ડ આવ્યા.

વઢવાણા ખાતે રામસર સાઈટ ના દરજ્જાથી પ્રવાસીઓ વધવાની અમને અપેક્ષા છે અને તેવા સમયે આ પરિસરમાં શુદ્ધ વાયુવરણ જળવાય તે માટે અમે પ્રવાસીઓ માટે બેટરી ઓપરેટેડ વાહનની સુવિધા વિચારી રહ્યાં છે.ઘણાં પ્રવાસીઓ લાંબુ ચાલી શકતા નથી.તેઓ આવા વાહનોમાં પક્ષી નિરીક્ષણની મજા માણે અને વાતાવરણ સુરક્ષિત રહે એ દિશાનું આ પગલું વિચાર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.