કોરોનાની મહામારી વખતે લોકડાઉન જાહેર કરાતાં જ અન્ય રાજ્યના શ્રમિકોએ માદરે વતનની વાટ પકડી હતી. લોકડાઉન હોવા છતાંય વતન તરફ જતા શ્રમિકો વિરૂધૃધ પોલીસે એપેડેમિક એક્ટ હેઠળ ગુના નોંધ્યા હતાં. પણ આખરે રાજ્ય સરકારે 515 શ્રમિકો વિરૂધૃધ નોંધાયેલાં કેસો પરત લેવા નિર્ણય કર્યો છે.
કોરોનાની મહામારી વકરતાં જ કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યુ હતું જેના કારણે વેપાર ધંધા બંધ પડતાં જ ગરીબ શ્રમિકોએ રોજગારી ગુમાવી હતી. રોજનુ કમાઇને રોજનુ ખાનારાં પરપ્રાંતિય મજૂરોની હાલત કફોડી બની ગઇ હતી.
https://www.youtube.com/watch?v=xv1Pnw-ZjLI
ઘર ચલાવવુ એક પ્રશ્ન સર્જાયો હતો આ કારણોસર બેરોજગાર બનેલાં શ્રમિકોએ આખરે ગુજરાત છોડી વતન તરફ મીટ માંડી હતી. વાહનના અભાવે હજારો શ્રમિકોએ ચાલતા જ વતનની વાટ પકડી હતી. શ્રમિકોએ લોકડાઉનના નિયમનો ભંગ કર્યો હતો જેથી એપેડેમિક એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતાં. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન શ્રમિકોએ સૃથળાતંર કરી નિયમનો ભંગ કર્યો હતો. વતન તરફ જવા માંગતા 700 શ્રમિકો વિરૂધૃધ ગુનાઓ દાખલ કરાયા હતાં. તે પૈકી 185 ગુનાઓમાં સમાધાન કરાયુ હતું જયારે બાકીના 515 કેસો સરકારે પરત ખેંચવા નક્કી કર્યુ છે.
લોકડાઉન વખતે એક હજાર ખાસ ટ્રેન મારફતે 24 લાખ શ્રમિકોને માદરે વતન પહોચાડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત શ્રમિકોને વિનામૂલ્યે રાશન પણ પુરૂ પાડવામાં આવ્યુ હતું. કોરોનાની બીજી લહેરના અંતે રાજ્ય સરકારે શ્રમિકો સામેના કેસો પરત લેવા નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.