આજે લોકસભામાં કિસાન ક્રેડિટ કાર્ડ પર સવાલ-જવાબ દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષી સાંસદોની વાત પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ખૂબ ગુસ્સે થઈ ગયા અને વિપક્ષને જડબાતોડ જવાબ આપ્યો અને તેઓ એટલા નારાજ થયા કે વિપક્ષી સભ્યો તરફ આંગળી ચીંધીને વાત કરવા લાગ્યા. જ્યારે રૂપાલા બોલી રહ્યા હતા ત્યારે DMK સાંસદ દયાનિધિ મારન, કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ અને NCP સાંસદ સુપ્રિયા સુલે પણ મંત્રી સાથે મોટેથી બોલતા જોવા મળ્યા હતા.
વાત એમ હતી કે NCP સાંસદ સુપ્રિયા સુલે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા હતા અને ત્યારે રૂપાલા ગુસ્સે થઈ ગયા અને વિપક્ષ પર વરસ્યા. મંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ વિશે સભ્યોને માહિતી આપી રહ્યા હતા.
રૂપાલાએ જણાવ્યું હતું કે કેસીસી અંગે મૂંઝવણ છે અને હું તમામ સાંસદો અને દેશવાસીઓને KCC વિશે કહેવા માંગુ છું, KCC ખેડૂતો માટે હતું, જ્યારે પશુપાલકો અને માછીમારોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. KCCનો હેતુ ખેડૂતોને રૂ.1.60 લાખ સુધીની સંસ્થાકીય લોન આપવાનો છે. હવે માછીમારો અને પશુપાલકોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આનો અમલ થયો નથી અને તેમને લોન આપવાની પ્રક્રિયા થોડા દિવસમાં શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.