પ્રેમ પ્રકરણમાં PI એ ASI મહિલાને ગોળી મારીને આવું પગલું ભરી લીધું…

મધ્ય પ્રદેશના ઇન્દોરના પોલીસ કંટ્રોલ રૂમ કેમ્પસમાં 55 વર્ષીય પોલીસ ઇન્સપેક્ટરે કથિત પ્રેમ પ્રસંગ સાથે જોડાયેલા વિવાદમાં શુક્રવારે મહિલા ASIને ગોળી માર્યા બાદ તેણે આત્મહત્યા કરી લીધી અને પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાએ જણાવ્યું કે, ઇન્સ્પેક્ટર હાકમ સિંહ પંવારે રિગલ ચોક સ્થિત કંટ્રોલ રૂમ કેમ્પસમાં અચાનક થયેલા વિવાદ બાદ પોતાની સરકારી બંદૂકથી એક મહિલા ASIને ગોળી મારી અને ત્યારબાદ તુરંત જ હાકમ સિંહ પવારે પોતાના માથામાં ગોળી મારીને કથિત આત્મહત્યા કરી લીધી.

પોલીસ કમિશનરે જણાવ્યું કે, બંને પોલીસકર્મીઓએ તાત્કાલિક વિવાદ અગાઉ પોલીસ કંટ્રોલ રૂમ પરિસરના એક કોફી હાઉસમાં કોફી પણ પીધી હતી અને તેમની વચ્ચેના ઝઘડાના અસલી કારણની અત્યારે પણ જાણકારી મળી શકી નથી, પરંતુ પહેલી નજરમાં સામે આવેલા તથ્ય ઇશારો કરે છે કે, આ ઝઘડાના મૂળમાં પ્રેમ પ્રસંગ છે તેમજ સનસનીખેજ ગોળીબારીમાં ઇજાગ્રસ્ત ASI ઈન્દોરમાં પોલીસની ઓફિસના કામકાજ સાથે જોડાયેલા વિભાગમાં ફરજ બજાવે છે જ્યારે, પંવાર ભોપાલમાં ફરજ બજાવતો હતો.

બીજી તરફ હૉસ્પિટલમાં એડમિટ મહિલા ASIએ પંવારને પોતાના ‘પિતા સમાન’ બતાવતા દાવો કર્યો કે, તેણે તેની જૂની કારના ડીલ વિવાદમાં ગોળીબારી કરી અને મહિલા પોલીસકર્મીનો દાવો છે કે તેણે પોતાના ભાઈ માટે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે જૂની કારની ડીલ કરી હતી, પરંતુ તે રકમ લીધા બાદ પણ છેલ્લા 6 મહિનાથી તેને ગાડી આપી રહ્યા નહોતા. ASIના જણાવ્યા મુજબ, તેણે ગાડીના વિવાદને લઈને ભોપાલ સ્થિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને પંવાર વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ગોળીબારી પહેલા બંને વાતચીત કરી રહ્યા હતા અને ઘટના બાદ ટોચના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને મુલાકાત લીધી હતી. TI હાકમ સિંહની તહેનાતી ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં 6 ફેબ્રુઆરી, 2022ના રોજ થઈ હતી. ઉજ્જૈનના તરાનાનો રહેવાસી હાકમ સિંહ ભોપાલના ખટલાપુર વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં એકલો રહેતો હતો. તે 21 જૂનના રોજ 3 દિવસની રજા લઈને ગયો હતો અને ગુરુવારે તેણે ડ્યૂટી જોઇન કરવાની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.