રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાયેલી મેચમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેચની પ્રથમ ઈનિંગ દરમિયાન રિયાન પરાગ અને હર્ષલ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. ક્રિકેટમાં આપણે ઘણી વખત બે ખેલાડીઓને મેદાન પર એકબીજા સાથે દલીલ કરતા જોયા છે પરંતુ આ બંને ખેલાડીઓ વચ્ચેની લડાઈ અહીં જ ખતમ થઈ નથી.અને મેચ પૂરી થયા બાદ હર્ષલ પટેલે કંઈક એવું કર્યું જેણે ખેલ ભાવનાને ઠેસ પહોંચાડી.
રાજસ્થાન રોયલ્સ (RR)ની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલના બોલ પર રિયાન પરાગે બે સિક્સર ફટકારી ત્યારે વિવાદ શરૂ થયો હતો.અને રાજસ્થાન રોયલ્સનો દાવ પૂરો થયા બાદ જ્યારે રિયાન પરાગ ડગઆઉટ તરફ જવા લાગ્યો ત્યારે હર્ષલ પટેલે તેને કંઈક કહ્યું. જ્યારે રિયાને પણ પાછળ ફરીને હર્ષલ પટેલને જવાબ આપ્યો ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે રાજસ્થાન ટીમના સપોર્ટ સ્ટાફે પરાગને જવા કહ્યું અને હર્ષલને પકડીને મામલો શાંત પાડ્યો.
ક્રિકેટમાં બધા ખેલાડીઓ હંમેશા મેચ સમાપ્ત થયા પછી હાથ મિલાવે છે. આવું જ કંઈક આ મેચ બાદ થયું, હર્ષલ પટેલે મેચ પુરી થયા બાદ તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો પરંતુ તે રિયાન પરાગ સાથે હાથ મિલાવ્યા વગર જ નીકળી ગયો હતો. રિયાન પરાગે પણ હાથ લંબાવ્યો હતો પણ હર્ષલ પટેલ તેની અવગણના કરીને આગળ વધ્યો હતો.અને હર્ષલ પટેલે આમ કરતાં ખેલ ભાવનાને ઠેસ પહોંચી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
રિયાન પરાગે 31 બોલમાં 3 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી અણનમ 56 રન બનાવ્યા હતા. આ સિઝનમાં રિયાન પરાગની આ પ્રથમ અડધી સદી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને રિયાન પરાગની શાનદાર ઇનિંગના આધારે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા.અને જવાબમાં બેંગ્લોરની ટીમ 19.3 ઓવરમાં 115 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 29 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.