દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાર ગામે એક મોટરસાઈકલના ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલા એક મહિલા સહિત બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બંન્નેને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
News Detail

એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે રસ્તાની સાઈડમાં ઉભેલ શારદાબેન મોહનભાઈ બારીયા (રહે. બાર, વચલુ ફળિયું, તા. લીમખેડા, જિ.દાહોદ) અને તેમની સાથે અરવિંદભાઈ મગનભાઈ ચૌહાણ (રહે. ટીંબા) નાને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન શારદાબેનનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે બાર ગામે વચલું ફળિયામાં રહેતાં જશવંતભાઈ મોહનભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.