સુકેશ ચંદ્રશેખર(SUKESH CHANDRASEKHAR) કેસમાં નોરાની પૂછપરછ થવાની છે. સુકેશ ચંદ્રશેખર પર ૨૦૦ કરોડની છેતરપિંડી અને ખંડણી નો આરોપ છે.અભિનેત્રી નોરા ફતેહીને(NORA FATEHI) આજે ઈડી(ED) દ્નારા પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=bLkaA-APbXg
જાણો શું છે મામલો..
દિલ્હીની તિહાર જેલમાં કેદ સુકેશ ચંદ્રશેખર દ્વારા ૨૦૦ કરોડની છેતરપિંડી કેસમાં ઈડી દ્વારા અભિનેત્રી નોરા ફતેહી ને સમન્સ પાઠવવામાં આવ્યું છે. નોરાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ કેસમાં નોરા ફતેહીનું નિવેદન નોંધવા માંગે છે.
https://www.instagram.com/p/CU_1COlKQ5h/?utm_source=ig_embed&ig_rid=0b789a68-2a32-4a72-9959-2cb65f02999b
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર , હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી કે નોરા આજની પૂછપરછમાં સામેલ થશે કે નહીં. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર અને તેની કથિત પત્નિ અભિનેત્રી લીલા પોલ તિહાડ જેલમાં ૨૦૦ કરોડની ઉચાપત કરવા બદલ જેલમાં બંધ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.