ઉંમર વધવાની સાથે મોટાભાગનાં લોકોને સંધિવા એટલે કે આથાઁઈટિસ,વાના રોગની સમસ્યા પરેશાન કરવા લાગે છે. પરંતુ આજકાલ નાની ઉંમરમાં સાંધાઓ દુખવાની અને સાંધા જકડાય જવાની તકલીફ થવા લાગે છે. જેથી આજે અમે તમને આના માટે કેટલાંક નુસખાઓ જણાવીશું.
જે નાના અને મોટી ઉંમરનાં લોકોનાં સાંધાના દુખાવાને કાયમી ઠીક કરી દેશે અને દવાઓ નહીં ખાવી પડે. આ શરીરનાં કોઈ પણ સાંધાઓ દુખતા હશે તેમાં કારગર સાબિત થશે.
બેસ્ટ ઉપાય….
- લસણને ડાયટમાં સામેલ કરો. લસણમાં દુખાવો અને સોજો દૂર કરનાર એન્ટીઈન્ફ્લામેટરી અને એલિસિન તત્વ હોય છે.
- પાણી વધુ પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરમાં જમા યૂરિક એસિડ પણ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
- કાળા મરીમાં રહેલું કેપ્સેસિન તત્વ આર્થ્રાઈટિસની તકલીફથી બચાવે છે. ડાયટમાં ઉમેરો.
હળદરમાં રહેલાં કર્ક્યુમિનમાં એન્ટીઆર્થ્રાઈટિસ ગુણ હોય છે. જે દુખાવો અને સોજાને દૂર કરે છે. તેને ડાયટમાં સામેલ કરો અથવા સવારે 1 ગ્લાસ નવશેકા પાણીમાં ચપટી હળદર મિક્સ કરીને રોજ પીવો. - ભોજનમાં આદુનો ઉપયોગ વધારવાથી ગઠિયાના રોગમાં ફાયદો થાય છે. તેમાં જિંજરોલ તત્વ હોય છે જે સોજા અને દુખાવાને દૂર કરે છે.
- તજની તાસીર ગરમ હોય છે અને તેમાં સોજા અને દુખાવા દૂર કરનાર ફાઈટોકેમિકલ્સ હોય છે. રોજ 1 ચમચી મધ સાથે ચપટી તજ પાઉડર લો.
- યોગ અને કસરતની મદદથી શરીરના સાંધાઓને એક્ટિવ અને લુબ્રિકેટ રાખી શકાય છે. જેથી ગઠિયા રોગ સામે રક્ષણ મળે છે.
- ચાલતાં, ઉઠતાં, બેસતાં કે અન્ય એક્ટિવિટી કરતી વખતે ઘૂંટણ પર વધુ દબાણ ન આવે તેનું ધ્યાન રાખો. કારણ કે તેનાથી ગઠિયાની સંભાવના વધી જાય છે.
- 50 વટાયા બાદ સીડીઓ ઓછી ચઢવાથી ગઠિયાના દુખાવાથી બચી શકાય છે.
- 50ની ઉંમર વટાયા બાદ ગઠિયાથી બચવા વેસ્ટર્ન ટોયલેટનો જ ઉપયોગ કરવો.
- વધુ સમય સુધી પલાંઠી મારીને બેસવાથી ઘૂંટણમાં દુખાવાની તકલીફ વધી શકે છે.
- દીવેલ ગઠિયા રોગમાં બહુ કારગર રહે છે. તેમાં દુખાવો અને સોજાને દૂર કરવાના ગુણ રહેલાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.