નવા વર્ષમાં જ CNGના ભાવમાં થયો વધારો ,જુઓ કેટલા રૂપિયા ભાવ વધારો થયો છે ???

2022ના પહેલા દિવસે જ CNGના ભાવમાં થયો ભડકો અદાણીએ CNGના ભાવમાં અઢી રૂપિયા વધારો કર્યો છે છેલ્લા 20 દિવસોમાં અદાણીએ CNGમા રૂ. 4.51 વધાર્યા છે અને આજથી CNGનો ભાવ પ્રતિ કિલો રૂ. 70.09 અમલ થયો 20મી ડિસેમ્બરે CNGના ભાવમાં રૂ. 2નો વધારોથયો હતો 20મી ડીસેમ્બર પહેલા CNGનો જૂનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 65.74 હતો.GST નિયમમાં ફેરફાર વર્ષ 2021ને અલવિદા કરી દીધું છે તે પછી નવા વરસનો પણ પ્રારંભ થઈ ગયો છે આ નવું વર્ષ તમારા માટે ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યું છે. આ ફેરફારોની અસર દરરોજની વસ્તુઓ પર પડશે. વર્ષ 2022 થી કેટલીક વસ્તુઓ મોંઘી થશે તો કેટલીક વસ્તુ સસ્તી થશે..

1 જાન્યુઆરીથી, વિવિધ ઉત્પાદનો અને સેવાઓ GST માં ઘણા નિયમોમાં ફેરફાર લાગુ કરવામાં આવશે આ ફેરફારો ઈ-કોમર્સ, ઓનલાઈન ફૂડ ડિલિવરી અને ટેક્સી સેવાઓથી લઈને ટેક્સટાઈલ અને ફૂટવેર પર લાગુ થશે. જો કે, આમાંના કેટલાક ફેરફારો ઉપભોક્તા ખર્ચને અસર કરે તેવી અપેક્ષા નથી. તે જ સમયે, કેટલાકની કિંમતોમાં ફેરફાર સામાનની કિંમતો પર અસર કરશે 1 જાન્યુઆરી, 2022થી કપડાં અને ફૂટવેર પર 12 ટકા GST લાગશે અને કેન્દ્ર સરકારે કાપડ, રેડીમેડ અને ફૂટવેર પરનો GST 7% વધાર્યો છે. એ જ રીતે સુતરાઉ કાપડ સિવાયના તમામ ટેક્સટાઇલ ઉત્પાદનો પર પણ 12% GST લાગશે અને જેમાં 1,000 રૂપિયા સુધીની કિંમતના કપડાં, ફૂટવેરની વસ્તુઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, વણાયેલા કાપડ, સિન્થેટિક યાર્ન, ધાબળા, ટેબલ ક્લોથ વગેરેનો સમાવેશ થાય છે.

હવે ઓનલાઈન રિક્ષા બુકિંગ પર 5 ટકા GST ચૂકવવો પડશે.ત્યારબાદ ઓલા, ઉબેર જેવા એપ આધારિત કે બસેવા પ્રદાતા પ્લેટફોર્મપરથી ઓટો રિક્ષા બુક કરાવવી હવે મોંઘી પડશે જોકે, ઑફલાઇન મોડ દ્વારા ઓટો રિક્ષાના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેને GSTના દાયરાની બહાર રાખવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.