એક સમયમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા અને પછી ભાજપમાં સામેલ થઇને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી બનેલા જયોતિરાદિત્ય સિંધિયાએ એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે, દેશના નવરત્નો પૈકીની એક એર ઇન્ડિયાની દુદર્શા માટે UPA સરકાર જવાબદાર છે. અને સિંધિયાએ કહ્યુ કે UPA સરકારના સમયમાં 111 એરક્રાફ્ટ ખરીદવામાં આવ્યા હતા અને એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના મર્જર બાદ એર ઇન્ડિયાની હાલત વધારે ખરાબ થવા માંડી હતી.
લોકસભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીની હાજરીમાં જ જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે UPA સરકાર દરમ્યાન લેવામાં આવેલા ખોટાં નિર્ણયોને કારણે એર ઇન્ડિયાની નાણાંકીય સ્થિતિ કથળવા માંડી હતી.અને તેમણે કહ્યું કે જે એર ઇન્ડિયા વર્ષ 2004-05માં 14થી 15 કરોડ રૂપિયા નફો કરતી હતી, તેણે છેલ્લાં 14 વર્ષમાં એર ઇન્ડિયાએ 85 હજાર કરોડનું નુકશાન વેઠવું પડ્યું.
સોનિયા ગાંધીના વિરોધ અને કોંગ્રેસ સાંસદોના હોબાળા વચ્ચે પલટવાર કરતા સિંધિયાએ કહ્યું હતું કે, હું તો ચુપ જ હતો અને કશું બોલવા નહોતો માંગતો, પરંતુ તમે જ મારું મોઢું ખોલાવ્યું છે તો હવે સાંભળવાની પણ ક્ષમતા રાખો.
સિંધિયાએ કહ્યુ કે સરકારે એર ઇન્ડિયાની ખોટ બંધ કરવા માટે અને તેમાંથી મળેલી રકમ ઉજ્જવલા અને મફત અનાજ જેવી કલ્ણાણકારી યોજનાઓ પાછળ કરવાનું નક્કી કર્યું છે અને એટલે એર ઇન્ડિયા ટાટાને વેચવામાં આવી. સિંધિયાએ આગળ કહ્યું કે જે લોકો ડિસઇન્વેસ્ટમેન્ટ માટે આરોપ લગાવીને અમારી સરકારની ટીકા કરી રહ્યા છે અને તેમણે પોતાની સરકારનો રેકર્ડ પણ જોઇ લેવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.