શેર બજારમાં સેન્સેક્સમાં 400 અંકોનો ઉછાળો, આ શેરોમાં મોટા પાયે ભરતી.

કેટલા સમયથી શેરબજારમાં ચાલેલ મંદીના મહોલ બાદ આજે એકાએક તેજીનું વાવાઝોડું ફુંકાયું હતું. બે દિવસ મંદીના માહોલ વચ્ચે મંગળવારે ભારે ખરીદ વેચાણ જોવા મળ્યું, જેના કારણે માર્કેટ નવા રંગ રૂપ સાથે બેઠું થયું હતું. BSE સેંસેક્સમાં 418 પોઇન્ટનો ખતરનાક ઉછાળો આવ્યો હતો, આ ઉછાળાના લીધે માર્કેટે 63,143નો અંક પકડી લીધો હતો. આવી જ રીતે નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ તેજી આવતાં 18716નો આંકડો પાર કરી લીધો છે. બજારમાં આવેલી તેજી પાછળ IT, FMCG, મીડિયા, રિયલ્ટી સ્ટોક્સ જવાબદાર રહ્યાં હતા, આ શેરમાં વધારો આવ્યો હતો. ખાસ કરીને ટાટા ગ્રૂપ શેરમાં વધુ ખરીદ વેચાણ જોવા મળ્યું. તો NSE પર નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

નિફ્ટીમાં ટાટાના શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. આ પહેલા સોમવારે BSE સેંસેક્સમાં 100 પોઇન્ટનો વધારો આવ્યો હતો, જેના કારણે 62,724 પર માર્કેટ બંધ રહ્યું હતું. શેર બજારમાં નિફ્ટીના સ્ટોક્સમાં પ્લસમાં આવેલા શેરની વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમર +2.50, એશિયન પેઇન્ટ +2.20, ટાઇટન +2.20 અને સિપ્લા +2.10 ટકાનો વધારો જોવા મળેલ હતો. જ્યારે ઘટાડા સાથે બંધ થયેલા શેરની વાત કરીએ તો કોટક બેંક -1.40, HCL Tech -0.80, M&m -0.75 ટકા. વગેરે શેરમાં ઘટાડો પણ જોવા મળેલ હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.