ભારત સામેની ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે કરી ટીમની જાહેરાત,એન્ડરસનનો કર્યો સમાવેશ…

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડએ ભારત સામેની પાંચમી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે અને 15 સભ્યોની ટીમની કપ્તાની બેન સ્ટોક્સને સોંપવામાં આવી છે જેમાં ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.જે ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભાગ લઈ શક્યો ન હતો

બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો, સેમ બિલિંગ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ફોક્સ, જેક લીચ, એલેક્સ લીઝ, ક્રેગ ઓવરટોન, જેમી ઓવરટોન, મેટી પોટ્સ, જો રૂટ આટલા નામની જાહેરાત થઈ છે..

ઇંગ્લેન્ડે સોમવારેના રોજ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ જીતીને કીવીઓને 3-0થી સિરીઝ જીતી હતી અને આવી સ્થિતિમાં ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ શરૂ થાય તે, પહેલા ઈંગ્લેન્ડનો ઉત્સાહ ખુબ જ વધારે છે જેથી હવે ઈંગ્લિશ ટીમ નવા કોચ અને કેપ્ટનના નેતૃત્વમાં આક્રમક ક્રિકેટ રમી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની શ્રેણી પહેલા જ ECBએ બ્રેન્ડન મેક્કુલમની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી હતી. જ્યારે જો રૂટે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી. જે બાદ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બંનેએ હવે થોડા મહિનામાં ટીમનું નસીબ બદલી નાખ્યું છે…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.