વર્ષ ૨૦૧૮માં આ સેવા અમદાવાદ માટે દૈનિક 1 લાખની ખોટ કરતી હતી તે પાછી શરુ થશે.

અમદાવાદમાં(AHMEDABAD) એરપોર્ટથી(AIRPORT) શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર બીઆરટીએસ બસ દોડશે.૨૦૧૭માં શરૂ કરવામાં આવેલી બીઆરટીએસ(BRTC) બસોને કોરોના મહામારીના સમયમાં બંધ કરવામાં આવી હતી.

કર્ણાવતી ક્લબ થી ઇસ્કોન સર્કલ જોધપુર ચાર રસ્તા , શિવરંજની , હિંમતલાલ પાર્ક , હેલ્મેટ ચાર રસ્તા , આરટીઓ , શાહીબાગ થઈ એરપોર્ટ જશે. આ માટે ટિકિટ દર ૫૦ રૂપિયા રાખવામાં આવ્યો હતો. ખાનગી ચાલકો અને રિક્ષા ડ્રાઇવરો લોકોને બેફામ રીતે લૂંટી રહ્યા હતા ત્યારે આ એવા લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.

https://www.youtube.com/watch?v=bLkaA-APbXg

અત્રે નોંધનીય છે કે , વર્ષ ૨૦૧૭માં એસજી હાઈવે પર કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધીની આ બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.