ગુજરાતના આ શહેરમાં રાત્રે કોમ્પ્લેક્સનું પાર્કિંગ, સોસાયટી-ફ્લેટને ફ્રીમાં દેવા વિચારણા

અમદાવાદ શહેરમાં નવી પાર્કિંગ પોલીસીની અમલવારી થવાની છે. પણ અમદાવાદમાં ઘણી એવી સોસાયટીઓ છે જ્યાં પાર્કિંગની પૂરતી જગ્યા ન હોવાને કારણે લોકો રસ્તા પર વાહનો પાર્ક કરે છે. આ પાર્કિંગની ગંભીર સમસ્યાનો ઉકેલ તૈયાર થઈ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન પાર્કિંગ પોલીસી તૈયાર કરી રહ્યું છે. અને જેમાં હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સની પાર્કિંગની જગ્યાનો ઉપયોગ કરવાની વાત સામે આવી છે.

કોમ્પ્લેક્સના પાર્કિંગ રાત્રીના સમયે ખાલી હોવાથી આસપાસની સોસાયટી કે ફ્લેટના સ્થાનિકોને ઉપયોગમાં આપવા માટેની દરખાસ્ત થઈ હતી. અને શહેરના કોમ્પ્લેક્સ રાત્રીના 9 વાગ્યા સુધીમાં ખાલી થઈ જાય છે. જેના કારણે એમના પાર્કિંગમાં પૂરતી જગ્યાઓ થઈ જાય છે. અને અમદાવાદ શહેરમાં આવા અંદાજે 1 લાખથી વધારે કોમ્પ્લેક્સ છે.જેના પાર્કિંગ રાતના સમયે ખાલી હોય છે. આ સ્થિતિમાં કોમ્પ્લેક્સની આસપાસના સ્થાનિકોને કે ફ્લેટના લોકોને રાત્રીના 9થી સવારના 7 સુધી આવું ખાલી પડી રહેલું પાર્કિંગ કોઈ પણ ચાર્જ વગર સોંપવા માટે દરખાસ્ત નક્કી થઈ છે.

જોકે, આ પોલીસીના અમલ સાથે કોઈ ચોક્કસ નિયમો તૈયાર થઈ શકે છે. હાલમાં આ પોલીસીનો પ્રાથમિક તબક્કો છે. એવું પણ બની શકે છે કે, નજીવા દરે કોમ્પ્લેક્સનું પાર્કિંગ આસપાસની સોસાટીઓ કે ફ્લેટના લોકોને પાર્કિંગ વાપરવા માટે મળી શકે છે. શહેરની ઘણી એવી સોસાયટીઓ છે, ફ્લેટ છે જ્યાં પાર્કિંગ માટે સહેજ પણ જગ્યાઓ નથી. તેથી લોકો એમની કાર કે બાઈક રસ્તાના કિનારે પાર્ક કરી નાંખે છે. ખાસ કરીને રજાના દિવસે આવા વાહનો આખો દિવસ પડ્યા રહેતા રસ્તો રોકાયેલો પડી રહે છે.

અમદાવાદ શહેરમાં કયા પ્રકારની પાર્કિંગ પોલિસીથી હોવી જોઇએ તે મામલે કોર્પોરેશનના અધિકારીઓએ યુરોપીય દેશો, હોંગકોંગ, અમેરિકા સહિતના દેશોના વિવિધ શહેરની પાર્કિંગ પોલીસીનો અભ્યાસ કર્યો હતો. જેમાંથી એની સારી સારી બાબતોની નોંધ લઈ તેને પોલીસીમાં સમાવીને પાર્કિંગ પોલીસી તૈયાર કરાઈ છે.અને એવું કોર્પોરેશનના સુત્રો કહે છે. કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા આખી રાત ખાલી રહે છે. જ્યાં કોઈ દબાણ ન કરે એ માટે ચોકીદાર મૂકાય છે. વાહન પાર્ક ત્યાં કરી દેવાથી પાર્કિંગની મુશ્કેલી હળવી થઈ શકે.

આ ઉપરાંત રજાના દિવસે, કે જાહેર રજાના સમયે ખાલી પડી રહેલા સ્કૂલ કૉલેજના ગ્રાઉન્ડમાં પણ પાર્કિંગ કરી એનો સદઉપયોગ કરી શકાય છે. આ મુદ્દો હાલમાં વિચારણા હેઠળ છે. કેટલીક ઓફિના પાર્કિંગનો પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે. GDCRમાં કોમર્શિયલ એકમોએ યોગ્ય પાર્કિંગ માટે જગ્યા રાખવાની જોગવાઇ છે. જોકે તે પાર્કિંગનો ઉપયોગ કોણ કોણ કરી શકે તેવી કોઇ સ્પષ્ટતા નથી. પણ જો કોર્પોરેશન આ પ્રકારની પોલીસી તૈયાર કરે છે અને તો કોઈ કાયદાકીય મુશ્કેલી ન ઊભી થાય એવી પૂરી શક્યતાઓ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.