મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં કોરોનાએ બીજી લહેરમાં ભારે કેર વર્તાવ્યો હતો. ત્યારે એપ્રિલ-મે બાદ પણ અહીં કોરોનાથી મૃત્યુનો સીલસીલો યથાવત છે. ત્યારે અહીં કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસે દેખા દીધી છે. શંકાના આધારે શિવપુરીના AMOH ડો.એ.એલ.શર્માએ છ મૃતકોના સેમ્પલના જીનોમ સિક્વેંસિંગ તપાસ માટે દિલ્હીના નેશનલ સેન્ટર ઓફ ડિસિઝ કંટ્રોલ મોકલી દીધા છે.
રિપોર્ટ આવ્યા બાદ છ માંથી ચાર મૃતકોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ હોવાની જાણ થઇ છે. આ ચારેયના મોત શિવપુરી જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં થયા હતા. આ દર્દીઓના અચાનક મોતથી તંત્રમાં દોડધામ જોવા મળી હતી.
સ્વાસ્થ્ય અધિકારીનું કહેવું છે કે શિવપુરીમાં જ્યારે યુવાનોના મોતની સંખ્યા વધી હોવાથી અમને શંકા ઉપજી હતી. આથી તેમના જીનોમ સિક્વેંસિંગની તપાસ માટે મોકલ્યા હતા. તેમાંથી એક મૃતકને તો કોરોના વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ મોતને ભેટ્યા.
https://www.youtube.com/watch?v=1Xj6jnxefAo
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.