આ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીનો અધધ ભાવ મળતાં થયા રાજીના રેડ

જામનગરના (JAMNAGAR) હાપા માર્કેટિંગ યાર્ડ (HAPA MARKETING YARD) ખાતે આજે મગફળીની (PEANUTS) થયેલી હરાજીમાં (AUCTION) એક મણના ₹.૧૬૬૫નો વિક્રમી ભાવ ખેડૂતોને (FARMERS) મળ્યો હતો. આજે મગફળીમાં નોંધાયેલા આ ભાવ ગુજરાતમાં (GUJARAT) ઓલ ટાઇમ હાઇ હોવાનું યાર્ડના સેક્રેટરી (SECRETARY) કરીએ જણાવ્યું હતું.

ગયા વર્ષે પણ મગફળીતનો ભાવ ₹.૧૫૦૦ નજીક પહોંચ્યો હતો. જેનો વિક્રમ આજે તુટવા પામતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. ગયા વર્ષની માફક જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે હાલના દિવસોમાં તામિલનાડુના ખેડૂતો મોટાપાયે મગફળીની ખરીદી કરી રહ્યા છે.

જેને કારણે ખેડૂતોને મગફળીના એટલા ઊંચા ભાવ મળી રહ્યા છે કે ટેકાના ભાવે મગફળી વેચવા બહુ ઓછા ખેડૂતો આવે છે આજે માર્કેટિંગ યાર્ડ માં ઝીણી મગફળીના ભાવો મણનાં ₹.૯૫૦ થી ૧૬૫૦ અને જાડી મગફળીનાં મણનાં ₹.૯૫૦ થી ૧૦૬૦ સુધીનાં રહ્યાં છે.

આજે યાર્ડમાં ૬૦૦ ખેડૂતોનો ૨૦,૬૫૩ મણ માલ આવ્યો હતો. આજે મગફળીનો વિક્રમી ભાવે સોદો થયો તે ૨૩૦ બોરી એટલે કે ૪૦૦ મણ મગફળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.