મુખ્યમંત્રી (CHIEF MINISTER) ભૂપેન્દ્ર પટેલની (BHUPENDRA PATEL) અધ્યક્ષતામાં આજરોજ કેબિનેટની બેઠક (CABINET MEETING) મળશે. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં પોલીસ કર્મચારીઓને (POLICE PERSONNEL) ગ્રેડ-પે (GRADE PAY) મુદ્દે પણ ચર્ચા થશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ પોલીસકર્મીઓના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી.
આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં તહેવારોના સમયે કોવિડ પ્રોટોકોલ અને છૂટછાટ આપવા સંદર્ભે તથા હાલમાં ચાલી રહેલા વેક્સિનેશન મામલે પણ વિચારણા કરવામાં આવશે. બાળકોને કોરોના રસી આપવા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
ગ્રેડ-પે સહિતની માંગ પર પોલીસ કર્મીઓનું આંદોલન યથાવત છે હવે ગ્રેડ-પેના આંદોલનના પોલીસકર્મીના પરિવારજનો પણ જોડાયા છે. ત્યારે પોલીસના પરિવારજનોને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીની મુલાકાત કરી પોતાની માંગણી તેમના સમક્ષ મુકી હતી.
https://www.youtube.com/watch?v=cPIpyDoft0A
પોલીસ કર્મીના પરિવારે કહ્યું કે ,જ્યાં સુધી પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં આ મુદ્દે મહત્વની બેઠક પણ યોજાઈ હતી. તો આજે પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા પણ મીડિયા સમક્ષ આવ્યો અને ગ્રેડ-પે મુદ્દે નિવેદન આપ્યું.વિધાનસભા સામે ધરણાં પર બેસેલો હાર્દિક પંડયા ગાયબ થયો હોવાની ચર્ચા ઉઠી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.