ઉત્તરપ્રદેશમાં ગર્ભવતી પત્નીનું તારથી ગળું દબાવ્યું, પછી હથોડો મારી હત્યા કરી દીધી…

ઉત્તર પ્રદેશના મેરઠથી લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મળેલા પતિ-પત્નીના શવ બાબતે દર્દનાક પહેલું સામે આવ્યું છે. પોલીસને જાણવા મળ્યું છે કે ઘરેલુ ઝઘડાના કારણે દુકાનદારે પોતાની પત્નીનું તારથી ગળું દબાવ્યું અને પછી માથા પર હથોડો મારીને હત્યા કરી નાખી. ત્યારબાદ યુવકે પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.અને શહેર પોલીસ સ્ટેશનના લિસાડી ગેટ વિસ્તારમાં રહેતો શાવેજ (ઉંમર 30 વર્ષ) કરિયાણાની દુકાન ચલાવતો હતો.

દોઢ વર્ષ અગાઉ જ મેરઠની રહેવાસી શીબા (ઉંમર 25 વર્ષ) સાથે શાવેજના લગ્ન થયા હતા. પોલીસનું કહેવું છે કે શુક્રવારે સવાર સવારમાં જ શાવેજની કરિયાણાની દુકાન બંધ હતી. ગ્રાહકો અને પાડોશીઓએ દરવાજો ખખડાવ્યો તો કોઈ નજરે ન પડ્યું. ઘણા ફોન કર્યા પરંતુ કોઈએ ફોન ન ઉપાડ્યો. ત્યારબાદ પાડોશીના છતના માર્ગે ઘરમાં ભરાયા તો જોયું કે મહિલાનું શવ રૂમમાં પડ્યું હતું અને શાવેજનું શવ ફાંસી પર લટકેલું હતું. અને CO અરવિંદ ચૌરસિયાના જણાવ્યા મુજબ શાવેજ અને શીબાનો અરસપરસ ઝઘડો અને વિવાદ થતો રહેતો હતો.

શરૂઆતી તપાસમાં જ તેમના મોતનું કારણ સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ 22 એપ્રિલની રાતે લગભગ 9 વાગ્યે શીબા અને શાવેજના શવ મળ્યા. 23 એપ્રિલના રોજ પોલીસે બંને શવનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. પોસ્ટમૉર્ટમમાં લખ્યું છે કે મહિલાનું મોત માથામાં ગંભીર ઇજાના કારણે થયું છે જ્યારે મહિલાના પતિનું મોત ગળે ફાંસો ખાવાના કારણે થયું છે અને તેનાથી સ્પષ્ટ છે કે પત્નીની હત્યા કરીને પતિએ ફાંસી લગાવી લીધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ પોલીસ માની રહી છે કે શવ શુક્રવારે રાતે મળ્યા હતા, એક દિવસ અગાઉ એટલે કે ગુરુવારે રાતે પત્ની શીબાની હત્યા કરીને પોતે ફાંસી લગાવી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા ગર્ભવતી હોવાનું કહેવામાં આવ્યું છે. આ લોકો કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને હાલમાં લીસાડી ગેટ વિસ્તારમાં રહેતા હતા. શાવેજ ભાડાના ઘરમાં જ નાનકડી કરિયાણાની દુકાન ચલાવવા લાગ્યો હતો. બીજી તરફ આ બાબતે છોકરીના પરિવારજનોનો આરોપ છે કે છોકરો લગ્ન બાદ જ કરિયાવરની માંગણી કરી રહ્યો હતો.અને બંનેમાં વિવાદ થતો રહેતો હતો. આ મહિને પહલા પણ છોકરાના પરિવારજનોને સમજાવ્યા હતા છતા વિવાદ ન બંધ થયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.