વડોદરામાં ડભોઈમાં ભાજપના 3 નેતા સામે ફરિયાદ નોંધાઈ છે.અને સફાઈકર્મીઓને જાતિવિષયક અપમાનિત કર્યાનો આરોપ કરાઈ રહ્યો છે. પાલિકાના પ્રમુખના પતિ, કારોબારી ચેરમેન, અને સભ્ય સામે ફરિયાદ થઈ છે આ માટે હડતાળિયાના સફાઈકર્મીઓ રજૂઆત કરવા ગયા હતા.
18 દિવસથી સફાઈકર્મીઓ હડતાળ પર છે.અને આ કર્મચારીઓની સામે અન્ય કર્મચારીઓને લાવ્યા છે. આ અંગે રજૂઆત કરવા જતા જાતિ વિષયક અપશબ્દો બોલ્યાનો આરોપ લાગી રહ્યો છે.
ડભોઇ નગરપાલિકાના પ્રમુખના પતિ સહિત કારોબારી ચેરમેન, કમિટીના કારોબારી સભ્ય સંજયભાઈ ઉર્ફે કાલી દુલાની નગર પાલિકા પ્રમુખના પતિ વિશાલ ભાઈ વિજયભાઈ શાહ, બીરેનભાઈ શાહ સામે એક્ટ્રોસીટી એકટ મુજબ મહિલાએ ગુનો નોંધાવ્યો છે.અને ત્રણેય ભાજપના ચૂંટાયેલા હાલ સત્તાપક્ષના સત્તાધીશો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.