રેલવેના ફર્સ્ટ કલાસ કંપાર્ટમેન્ટમાં મુસાફરી કરીને મુસાફરોના મોબાઈલ ફોનની ચોરી કરતાં હાઈટેક ચોરને વડોદરા સાયબર ક્રાઈમ સેલે ઝડપી પાડયો છે. જેમાં મોબાઈલ ફોનની ચોરી કર્યા પછી આર.પી.એફ.ના પોલીસ સબ ઈન્સપેકટરના સ્વાંગમાં મોબાઈલ ધારકનો ટેલીફોનીક સંપર્ક કરીને મોબાઈલ ફોન છોડાવી જવાના બહાને આઈ.ડી. તથા પાસવર્ડ મેળવીને તેમના બેંક એકાઉન્ટ ખાલી કરી નાંખતો હતો.અને ચોર પોલીસની રમત રમતાં શહેરના આ ભેજાબાજ પાસેથી સાયબર ક્રાઈમે 10 મોબાઈલ ફોન તેમજ 11 એ.ટી.એમ. કાર્ડ રીકવર કર્યા છે.
ગુનાઈત ભુતકાળ ધરાવતાં આરોપીના નિવાસસ્થાને પોલીસે સર્ચ કર્યુ હતુ. પરંતુ તેના ઘરમાંથી એક બ્લેઝર મળી આવ્યુ હતુ.અને આરોપીના ફેમીલી બેકગ્રાઉન્ડ વીશે પૂછતાં તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યો હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું આરોપી પાસે પોલીસનો યુનિફોર્મ હોવાની પોલીસને આશંકા છે જે શોધવાની કવાયત શરુ કરવામાં આવી છે. અમદાવાદ બોડકદેવ વિસ્તારમાં મોહીની ટાવરમાં રહેતાં નીલેશ ભુપેન્દ્રભાઈ વીઠલાણી (ઉ.વ.47) લોજેસ્ટીકનો બિઝનેસ કરે છે. થોડાક દિવસ પૂર્વે તેઓ મધ્ય પ્રદેશ જબલપુરથી રેલવેના ફર્સ્ટ કલાસ કંપાર્ટમેન્ટમાં મુસાફરી કરીને અમદાવાદ જઈ રહયા હતા.
વડોદરા છાયાપુરી સ્ટેશન પાસેથી પસાર થતી વખતે વહેલી પરોઢે તેઓ વોશરુમ ગયા હતા. આ દરમિયાન કંપાર્ટમેન્ટમાંથી તેમનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો.અને ચોરાઈ ગયેલા નંબર ઉપર ફોન કરતાં રીંગ વાગી હતી થોડીક વાર પછી સામેથી ફોન આવ્યો હતો અને વાત કરનાર વ્યકિતએ મેઘ નગર પોલીસ સ્ટેશનના આર.પી.એફ. પી.એસ.આઈ. મુકેશ શર્મા તરીકે ઓળખ આપી હતી. અને ફોનનો આઈડી અને પાસવર્ડ જાણી લીધો હતો. હકીકતમાં ફોન ઉપર વાત કરનાર વ્યકિત પી.એસ.આઈ. નહોતો પરંતુ ઠગ હતો. તેણે 30 ટ્રાન્જેકશનમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી રૂ.4,27,819 ટ્રાન્સફર કરી લીધા હતા.
વડોદરા સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાતા એ.સી.પી. હાર્દીક માકડીયાના વડપણ હેઠળ તપાસ શરુ થઈ હતી. ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપી આયુશ અનીલ ડાગા (રહે, શુભમ વિસ્ટા, નીલામ્બર સર્કલ, ગોત્રી)નું લોકેશન શોધી કાઢવામાં આવ્યુ હતુ અને તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ધો.12 સુધી ભણેલો છે ઓન લાઈન ટ્રાન્જેકશન કરવામાં માહીર એવા આરોપી પાસેથી 10 મોબાઈલ ફોન ઉપરાંત 11 એ.ટી.એમ. કાર્ડ મળી આવ્યા છે. અમદાવાદના બિઝનેસમેનના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરેલાં પૈસાનો શું ઉપયોગ કર્યો છે અને બીજા કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે. તે દિશામાં તપાસ કરવા માટે રીમાન્ડ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપી આયુશ અનીલ ડાગા (શુભમ વિસ્ટા, નીલામ્બર સર્કલ, ગોત્રી) (ઉ.વ.26) અગાઉ દિલ્હી પોલીસમાં હંગામી ધોરણે ડ્રાઈવર કમ સફાઈ સેવક તરીકે કામ કરતો હતો.અને દિલ્હી પોલીસની સાથે રહીને હિંદી ભાષામાં પોલીસની જેમ વાતો કરતા શીખ્યો હતો. આરોપી સાથે બીજા કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં તપાસ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.