વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં વાડી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગેંડીગેટના CCTVમાં એક બાઈક ચલાક ચાલું બાઈકે બે હાથમાં મોબાઈલ રાખીને વાત કરે છે. એક હાથે મોબાઈલ પર વાત કરે છે અને બીજા હાથે બીજો મોબાઈલ પકડ્યો છે. બાઈકના સ્ટેરિંગ પર એના હાથ નથી. આ વીડિયો પોલીસના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો અને જે પછી પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
પોલીસે આ ચાલકને રૂ.1000નો દંડ કર્યો છે. જ્યારે પોલીસે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ કરતા લખ્યું કે, બે હાથમાં ફોન એ પણ ચાલું બાઈક પર! આ ભાઈની વ્યસ્તતા તો જુઓ. વડોદરા શહેર પોલીસે ઈસ્યુ કરેલા મેમોમાં વાહન ચાલકનું નામ મુકેશ મખીજા છે. અને તે રલસાલીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ સીસીટીવી વીડિયો તા.21 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યાનો હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો સામે અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.અને એક વ્યક્તિએ તો કહ્યું કે, બે મોબાઈલ વાપરતા હોવાથી બે વાર દંડ ફટકારવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.