વડોદરા જિલ્લામાં અમૂલ દુધના ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપાયો,કોઈ નેતાએ દારૂ મંગાવ્યો હોવાની ચર્ચા

વડોદરા જિલ્લામાં પાંચમીએ મતદાન છે અને ચેકીંગની કામગીરી જોરમાં ચાલી રહી છે અને ત્યારે ચૂંટણીમાં દારૂની રેલમ છેલ અટકાવવા પોલીસ કામે લાગી છે તેવે સમયે વડોદરા જિલ્લાના વાઘોડિયાના જરોદ ટાઉનમાંથી અમુલ દૂધની વાનમાં લઈ જવાતા દારૂના જથ્થાને પોલીસે ઝડપી લીધો હતો.

ચૂંટણી ટાણે જ પોલીસે ભારતીય બનાવટની 101 દારુની પેટીઓ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે અને આ દારુનો જથ્થો જિલ્લાના એક ઉમેદવારે મંગાવ્યો આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ત્યારે આ દારુનો જથ્થો કયા ઉમેદવારનો હતો તે હજુ બહાર આવ્યું નથી પણ હાલતો આ દારુનો જથ્થો જરોદનો વિક્રમસિંહ રાણાની માલિકીના ટેમ્પોમાંથી મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.