વડોદરા પોલીસ બેડામાં ચકચાર, એક જ પોલીસ સ્ટેશનના 3 PSI સહિત 87 પોલીસ કર્મીઓની સાગમટે બદલી

ગઈકાલે રાજ્યના પોલીસ બેડામાં પીએસઆઈની બદલીનો ઓર્ડર તે બાદ રાજકોટના 2 સહિત રાજ્યના 39 પીઆઈની બદલી થઈ ત્યારે આજે શનિવારના રોજ વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘે સપાટો બોલાવ્યો છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓની કરી બદલી કરી દેવામાં આવી છે.

વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘે મોટો નિર્ણય લેતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના 87 પોલીસકર્મીઓની એક સાથે બદલી કરી દીધી છે.અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 PSI સહિત તમામને વહીવટી કારણોસર શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આ બદલી થયેલા પોલીસકર્મીઓને પોસ્ટિંગ અપાયું છે .બુટલેગર અને જુગારધામ સાથે સાંઠગાઠને લઇ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું હતું. તો તાજેત્તરમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો. હાલમાં અન્ય પોલીસ સ્ટેશનમાંથી 2 PSIની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક પણ કરી દેવામાં આવી છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશન ઘણા સમયથી વિવાદના વંટોળે ચડેલું હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દબાણ થયેલી જગ્યાને દૂર કરવા ગત 8 ફેબ્રુઆરીના રોજ પાલિકાની ટીમ પહોંચી હતી.અને જ્યાં વડોદરાના ડેપ્યુટી મેયર નંદાબેન જોશી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ હાજર હતા. આ દરમિયાન ગેરકાયદે ફૂટ સ્ટોલવાળાએ હુસેન સુન્નીએ ડેપ્યુટી મેયર સહિતનાઓ પર LPG સિલિન્ડર ફેંકી હુમલો કર્યો હતો આ સિવાય કારેલીબાગ પોલીસકર્મીઓ બુટલેગર અને જુગારધામ સાથે સાંઠગાઠ કરી છાવરતા હોવાનો પણ આરોપ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.