વડોદરા પોલીસે થર્ટીફર્સ્ટની નાઈટે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓ ના ચેકિંગ કરવાની ઝુંબેશ દરમિયાન મોડી રાત્રે વોર્ડ નં.14નાં ભારતીય જનતા પાર્ટીનાં મહિલા કાઉન્સિલર જેલમબેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતાં પોલીસે તેને ઉંચકી લેતા ભાજપ કોર્પોરેટર માતા પોતાના દીકરાને પકડ્યો જ કેમ કહી આખું પોલીસ મથક માથે લેતા ભારે હોબાળો મચી ગયો હતો અને મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઘર્ષણમાં એક પોલીસકર્મચારીનું જેકેટ ફાટી ગયું હોવાની ઘટના એ ભારે ચકચાર જગાવી છે.
વિગતો મુજબ પોલીસે ગઈકાલે મોડી રાત્રે ચાર દરવાજા વિસ્તારમાં હાથ ધરેલા ચેકિંગ દરમિયાન ભાજપનાં મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીનો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઇ જતા તેને સિટી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો
દરમ્યાન ભાજપનાં મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીને આ અંગેની જાણથતાં તેઓ તેમના ટેકેદારો અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચી જઇ પોલીસકર્મચારીઓને દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી પોતાના પુત્ર ને કેમ પકડ્યો તેમ કહી ઘમાસાણ મચતા પોલીસકર્મચારીઓ અને ભાજપનાં મહિલા કોર્પોરેટરના કેટલાક ટેકેદારો તથા પરિવારજનો વચ્ચે ખેંચાતાણી પણ થઈ હતી. એમાં એક પોલીસકર્મચારીનું જેકેટ પણ ફાટી ગયું હતું આ બનાવે ભારે ચર્ચા જગાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.