વાપીમાં ખોજા સોસાયટીમાં વોલીબોલની નેટ ફાડી નાખવાના મામલે ત્રણ શખ્સોએ ખોજા સોસાયટીના કાપડનો ધંધો કરતા બે ભાઇઓને માર માર્યો હતો. અને વાપી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાપી ખોજા સોસાયટીમાં વોલીબોલ રમવા માટે સલીમ વિરાણી તથા સોહીલ ગયો હતા.અને વોલીબોલની રમત પુરી થયા બાદ સોહીલે વોલીબોલની નેટ ફાડી નાખી હતી. ત્યારબાદ સોહીલ અને સલીમ વિરાણી ચાલતા ઘરે જતા હતા ત્યારે ખોજા સોસાયટી વોચમેન કેબીન પાસે ત્રણ જણા ઊભા હતા. ખોજા સોસાયટીમાં રહેતો અક્ષય મીઠાણી તથા આયુષ હોસ્પિટલ પાસે પરહીન એપાર્ટમેન્ટમાં રહેતા અમન કમલેશ ઉર્ફે કમો ગીલાણી તથા કમલેશ ઉર્ફે કમો ગીલાણીએ સોહીલ તથા સલીમ વિરાણીને પકડીને તમે વોલીબોલની નેટ કેમ ફાડી નાખી તેવું કહીને ત્રણે જણાએ ઢીકમુક્કીનો માર માર્યો હતો. આ સમયે ગાળાગાળી અને બુમાબુમ થતાં બીજા માણસો આવી જતાં સલિમ તેના ઘરે જતો રહ્યો હતો. આ વાતની સલીમના મોટાભાઇ ખોજા સોસાયટીમાં રહેતા મલીક મુરાદ વિરાણીને ખબર પડતા એ તેના ઘરે ગયો હતો.
આખી વાત જાણ્યા બાદ મલીક વિરાણી એક્ટીવા પર પરત તેના ઘરે આવતા હતા. ત્યારે રસ્તામાં ત્રણે જણ અક્ષય, અમન અને કમલેશ ઊભા હતા. એક્ટીવા ઊભી રાખી ત્યારે તેમણે કહ્યું કે તું તારા ભાઇનું ઉપરાણું લઇને અમને માર મારવા આવ્યો છે. તેવું કહીને ત્રણે જણા ઉશ્કેરાઈ જઈને લાકડા લઇને ફટકા મારવા લાગ્યા હતા. કમલેશ ઉર્ફે કમાએ મલીક વિરાણીને કપાળના ભાગે ફટકો મારતા લોહી નીકળવા લાગ્યું હતું. અને સોસાયટીના માણસો આવી જતા વધુ મારમાંથી મલીક બચી ગયો હતો. જતા જતા ત્રણે જણા કહી ગયા હતા કે આજે તુ બચી ગયો છે. પરંતુ ફરી મળશે તો તને જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી હતી. મલીક વિરાણીને સોસાયટીના લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. વાપી ટાઉન પોલીસે મલીક વિરાણીની ફરિયાદને આધારે અક્ષય મીઠાણી, અમન ગીલાણી તથા કમલેશ ગીલાણી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.