સુરતના વરાછામાં આસામની પુત્રવધુએ તેના ભાઈ સાથે મળી સાસૂ વિમળાબેનની હત્યા કરી.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પરિમલ સોસાયટીમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પુત્રવધુ અને તેના ભાઈએ મળી સાસુનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કરી ભાઈ બહેન ભાગી રહ્યા હતા અને તેવામાં સુરત રેલવે સ્ટેશનથી પકડી પાડી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પિયર જવાનું સાસુ ના પાડતા સાસુની કરી હતી હત્યા સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પરિમલ સોસાયટીમાં હત્યાની ઘટના સામે આવી હતી અને પરિમલ સોસાયટીમાં રહેતા અને હીરાનું કામ કરતા સંદીપ સરવૈયાના ચાર વર્ષ પહેલા સોસીયલ મીડિયાના માધ્યમથી પરિચિય થયા હતા અને અસામ ખાતે રહેતી દીપિકા માન્ડલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

ત્યાર બાદ બનેના ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. તેમને સંતાનમાં એક બાળક છે અને સંદીપ ભાઈ પોતાના પરિવાર સાથે વરાછા વિસ્તારની પરિમલ સોસાયટીમાં રહે છે. લગ્ન જીવન ખુશહાલ ચાલી રહ્યું હતું તેવામાં સંદીપ ભાઈનો સાળો દીપાન્કર અસામથી સુરત ખાતે આવ્યો હતો. અને તેમના બનેવી અને બહેનની સાથે રહેતો હતો. તેવામાં દીપાન્કર અને દીપિકાને અસામ ખાતે જવાની જીદ પકડી હતી. અને આ મામલે ઘરમાં રકઝક ચાલતી હતી. તેવામાં રાત્રીના સમયે બને ભાઈ બહેન અસામ જવા માટે નીકળ્યા હતા તેવામાં તેમના સાસુ વિમળા બેન સરવૈયા જાગી જતા તેમને બુમાબુમ કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.