સુરત ક્રાઈમ બ્રાંચે આજે વાહન ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી હતી.અને પકડાયેલા બંને આરોપીમાં એક મકાન માલિક અને એક ભાડુત છે. બંને મોજશોખ પુરા કરવા માટે વાહન ચોરીના રવાડે ચઢ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને વરાછા અશ્વનિકુમાર ગરનાળા પાસે વાહન ચોરીના બે આરોપી ઉભા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી દિપેશ જયસુખભાઈ દેવાણી (ઉ.વ.25, પુષ્પક સોસાયટી, ત્રણ પાન વડની સામે) અને નગરાજ ઉર્ફે નિતીન આનંદકુમાર ભાર્ગવ (ઉ.વ.34, રહે.પુષ્પક નગર સોસાયટી) ને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા બંને આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે ચોરીના પાંચ વાહન કબજે કર્યા હતા.અને બીજા બે ચોરીના વાહન તેમણે વેચી કાઢ્યા હતા. પકડાયેલા આરોપી પૈકી દિપેશ મકાન માલિક છે. અને નગરાજ ભાડુત છે.તેમજ બંને જણા છેલ્લા છએક મહિનાથી ચોરી કરતા હતા. મોજશોખ પુરા કરવા તેઓ ચોરીના રવાડે ચઢ્યા હતા. ભાડુતે છેલ્લા ચાર મહિનાથી ભાડુ પણ ચુકવ્યું નથી. બંને આરોપી વાહન ચોરી કરવા નીકળતા જે ગાડીના હેન્ડલ લોક મારેલું હોય અથવા લોક ખરાબ હોય તેવા વાહનો ચેક કરી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલીને ચોરી કરતા હતા.અને આરોપીઓ પાસેથી ચોરીના મળેલા વાહનોમાં ત્રણ બુલેટ એક બાઈક અને બે મોપેડ મળી આશરે 3 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.