બાળકોનાં સ્વાસ્થ્યનું ધ્યાન બાળપણથી જ રાખવાની જરૂર હોય છે. જેથી ઉંમરની સાથે તેમની હેલ્થ અને ઈમ્યૂનિટી મજબૂત થાય છે અને શરીરને તમામ ઇન્ફેક્શન અને બિમારી ઓ સામે લડવામાં તાકાત મળે. જેમાં પ્રોર્ટીન,વિટામીન્સ,ખનીજ જેવાં પોષકતત્વો શામેલ હોય છે.
પ્રોટીન: સારી વૃદ્ધિ અને શક્તિ માટે બાળકોના આહારમાં પ્રોટીન હોવું જરૂરી છે. પ્રોટીન એક એવું તત્વ છે, જેની માત્ર વડીલોને જ નહીં બાળકોને પણ જરૂર છે. પ્રોટીન શરીરના કોષો બનાવવા, ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવા, ચેપ સામે લડવામાં અને શરીરમાં ઓક્સિજનનું સ્તર જાળવવામાં મદદ કરે છે.
કેલ્શિયમ: પીક હાડકાંનો સમૂહ 35 વર્ષની ઉંમર સુધીમાં રચાય છે, તેથી મજબૂત હાડકાં બનાવવા માટે યોગ્ય માત્રામાં કેલ્શિયમનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે.
https://www.youtube.com/watch?v=d5cyIgay-h0
ફાઈબર: ફાઈબરનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખે છે, પોષક તત્વોનું અવશોષણ યોગ્ય રીતે થાય છે. ફાઈબર દરેક બાળકના આહારમાં શામેલ હોવું જોઈએ.
આયર્ન: આયર્નનો વપરાશ બાળકના યોગ્ય વિકાસમાં મદદ કરે છે, કારણકે લાલ રક્તકણોની રચના માટે આયર્ન ખૂબ મહત્વનું છે. આયર્ન શરીરમાં ઓક્સિજન વહન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.