ટેક્સ ચૂકાવનારા લોકોને, ઈન્કમ ટેક્સ વિભાગ જારી કરી રહ્યું છે નોટિસ

ગત કેટલાક મહિનામાં ટેક્સપેયર્સને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ધડાધડ નોટિસ મળી રહી છે. ટેક્સ ચૂકાવનારા લોકોને ઈન્કમ ટેક્સવિભાગ મેસેજ અને ઈ મેલના માધ્યમથી નોટિસ જારી કરવામાં આવ્યા છે. આ નોટિસ એટલા માટે મોકલવામાં આવી રહ્યા છે.

ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરતા સમયે લોકો મોટા ભાગે આ વાતને ભૂલી જાય છે અને એફડીના વ્યાજથી થનારી કમાણીને આઈટીઆરમાં બતાવતા નથી. આ નાની ભૂલના કારણે ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સને નોટિસ મોકલી રહ્યુ છે.

જો આ ઈન્કમ ટેક્ની નોટિસથી બચવું છે તો આઈટીઆરમાં બેંક એફડી પર મળેલા વ્યાજની જાણકારી ટેક્સ વિભાગને આપો. પરંતુ  તમને એ ખબર હોવી જોઈએ કે  ITRમાં આ વિવરણ કેવી રીતે આપવાનું છે.

હકિકતમાં વ્યાજથી થનારી કમાણીનું વિવરણ આપવા માટે આઈટીઆરમાં 2 ઓપ્શન મળે છે. ટેક્સપેયર પોતાના વ્યાજ ઈનકમને ITRમાં યર ઓફ એક્ચ્યૂલની સાથે યર ઓફ રિસીપ્ટમાં બતાવી શકે છે. એટલે કે તમે વ્યાજનું વિવરણ દર વર્ષના હિસાબે આપી શકો છો .

દર વર્ષે વ્યાજ પર બેંક તરફથી ટીડીએસ પણ કાપવામાં આવે છે. જે આઈટીઆર ફોર્મ 26એએસમાં બતાવી શકો છો. આનાથી ટીડીએસ અન એન્યૂઅલ ઈન્ટરેસ્ટના આંકડામાં કોઈ અંતર નહીં પડે અને ટેક્સડિપાર્ટમેન્ટના નિયમોનું કોઈ ઉલંઘન નહીં થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.