ગુજરાતમાં વધ્યું ગુનાખોરીનું પ્રમાણ , તૂં છોકરીને બરાબર સાચવતી જ નથી કહીને પતિ કર્યું એવું કામ…

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે હત્યા અને દુષ્કર્મ અને કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે દ્વારકામાં ભાણવડમાં પણ એક સાથે ત્રણ મહિલાઓએ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી.

ગુજરાતમાં ક્રાઈમની ધટનાઓમાં થઈ રહ્યો છે વધારો..

ગુજરાતમાં ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. ત્યારે એક એવી ઘટના સામે આવી છે કે , જેના કારણે જામનગરના સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. જામનગરના જામજોધપુર ના વડોદર ગામે પતિએ ઓરડીમાં પેટ્રોલ છાંટીને પત્ની અને પુત્રીને જીવતા સળગાવી દેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. જો કે પત્ની અને પુત્રીને હાલત ગંભીર ગણાવાઇ રહી છે. તેમને સારવાર અર્થે જામનગરની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

https://www.youtube.com/watch?v=qaO5fKh_WOs

હજુ તો ગુજરાતમાં મહેંદી હત્યા કેસનો ભેદ ઉકેલાય અને ગણતરીના જ કલાકો વિત્યા છે. ત્યાં વધુ એક હેવાન પતિએ તું પુત્રીને બરોબર સાચવતી નથી એમ કહીને બંને પત્ની અને પુત્રીને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં પત્ની અને બાળક ગંભીર રીતે ઇજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.