IT પ્રોફેશનલ માટે વધ્યાં જોબનાં અવસર..આ શહેરમાં છે માંગ વધુ…

બિઝનેસ સોલ્યુશંસ પ્રોવાઈડર નાં ડેટા અનુસાર કલાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર, ફુલ સ્ટેક ડેવલપર અને એન્ગ્યુર જીએસ ડેવલપર જેવી ખાસ IT સ્કિલ વાળા પ્રોફેશનલની માંગમાં પાછલા કવાટઁરથી વધારો જોવા મળ્યો છે.

આ ઉપરાંત Gaming (Unity Developers), DevOps (Bamboo, Jira) અને Platforms (Salesforce, SAP HANA)માં પણ IT સ્કિલની માંગમાં તેજી આવી છે. તેમાં પણ સૌથી વધુ હાયરિંગ બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે જેવા IT હબ શહેરોમાં થઇ છે. તે બાદ ચેન્નઇ, મુંબઉ, NCR અને અન્ય મોટા શહેરોના નામ સામેલ છે.

બેંગલોરમાં સૌથી વધુ 40 ટકા અને તે બાદ હૈદરાબાદમાં 18 ટકા અને પુણેમાં 18 ટકા ભરતીઓ થઇ છે. જો સ્કિલ આધારિત આંકડાઓ પર નજર નાંખીએ તો બેંગલોરમાં ક્લાઉડ ટેક ડેવલપર્સની માંગ 41 ટકા, રિએક્ટ જેસ ડેવલપર્સ 44 ટકા અને સૌથી વધુ એન્ડ્રોઇડ ડેવલપર્સની માંગમાં 81 ટકાનો વધારો થયો છે.

Full Stack Developers માટે બેંગલોરમાં 42 ટકા અને હૈદરાબાદમાં 37 ટકા માંગ જોવા મળી છે. જ્યારે Angular JS Developersની માંગ હૈદરાબાદમાં 25 ટકા, બેંગલોરમાં 21 ટકા, ગુરુગ્રામમાં 21 ટકા, ચેન્નઇમાં 16 ટકા અને પુણેમાં 13 ટકા માંગ જોવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.