IND vs SL : મેચના 48 કલાક પહેલા મોટો ફટકો

ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થાય તે પહેલા જ ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. T20 સિરીઝ શરૂ થવામાં માત્ર 48 કલાક બાકી છે અને બે ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમથી જ નહીં પરંતુ આ આખી સિરીઝથી જ બહાર થઈ ગયા છે. સિરીઝ શરૂ થવા પહેલા જ બે ખેલાડીઓ બહાર થઈ જતા મોટો ફટકો પડ્યો છે.

હવે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરૂ થવામાં માત્ર 48 કલાક બાકી છે, પરંતુ તે પહેલા જ યજમાન શ્રીલંકાની ટીમ મોટી મુશ્કેલીમાં છે. શ્રીલંકાની ટીમે T20 સિરીઝ શરૂ થવાના 24 કલાક પહેલા પોતાના બે ખેલાડીઓને ગુમાવ્યા છે. બુધવારે શ્રીલંકન ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા ઈજાના કારણે બહાર થઈ ગયો હતો અને હવે ગુરુવારે ફાસ્ટ બોલર નુવાન તુષારા પણ T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તુષારાને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ છે, જેના કારણે તે આગામી કેટલાક દિવસો સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.

નુવાન તુષારા ઈજાગ્રસ્ત થતા સિરીઝમાંથી બહાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નુવાન તુષારા બુધવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘાયલ થયો હતો. તુષારા ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને આ દરમિયાન તેના ડાબા હાથની એક આંગળી તૂટી ગઈ. આંગળીમાં ફ્રેક્ચર છે અને તેને આ ઈજામાંથી બહાર આવવામાં સમય લાગી શકે છે. તુષારાનું બહાર થવું શ્રીલંકા માટે મોટો ફટકો છે, કારણ કે આ ખેલાડી T20માં શ્રીલંકાનો વિકેટટેકિંગ બોલર છે. તાજેતરમાં, આ ખેલાડીએ T20 વર્લ્ડ કપમાં 3 મેચમાં હેટ્રિક સહિત 8 વિકેટ ઝડપી હતી. તુષારા IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો છે અને અને રોહિત શર્મા-હાર્દિક પંડ્યા સાથે ઘણો સમય વિતાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.