Indai vs WI: કોહલી કેમ ‘ધોની-ધોની’નો અવાજ સાંભળી પિત્તો ગુમાવી બેઠો?

વેસ્ટ ઇન્ડીઝની વિરૂદ્ધ ટી20 મેચ દરમ્યાન દર્શકો દ્વારા ધોની…ધોની…નો અવાજ સાંભળતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાનો પિત્તો ગુમાવી બેઠો. જો કે મેચની પાંચમી ઓવરમાં ભારતીય વિકેટકીપર ઋષભ પંતે જેવો ઇવિન લુઇસનો કેચ છોડ્યો તો દર્શકો નારાજ થઇ ગયા. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ પંતનો હુર્રિયો બોલાવતા હુર્રિયો બોલાવતા ‘ધોની-ધોની’ના નામના નારા લગાવાનું શરૂ કરી દીધું. વિરાટ એ સમયે બાઉન્ડ્રી પર જ ફીલ્ડિંગ કરી રહ્યો હતો અને તેણે તેના પર તરત દર્શકોની તરફ હાથથી ઇશારો કર્યો કે આ શું કરી રહ્યા છો.

તેણે દર્શકોને આમ કરવાની ના પાડી. તેનો ગુસ્સો તેના હાવભાવમાં ચોખ્ખો દેખાઇ રહ્યો હતો. સીરીઝની પહેલી મેચમાં પણ દર્શકોએ પંતનું હટિંગ કરતાં ધોનીના નામના નારા લગાવ્યા હતા. વિરાટે સીરીઝની શરૂઆત પહેલાં જ ફેન્સને અપીલ કરી હતી કે વિકેટકીપિંગમાં પંતથી થનાર ભૂલો પર તેને હટ ના કરે.

ભુવનેશ્વરની આ ઓવરમાં સતત બે વખત બંને ઓપનિંગ બંને બેટસમેનના કેચ છૂટ્યા હતા. પંત પહેલાં લિંડલ સિંમસનો એક સરળતાથી કેચ લોન્ગ ઑનના ક્ષેત્ર વોશિંગ્ટન સુંદરે છોડી દીધું હતું. આ જીવતદાનનો બંને ઓપનિંગ બેટમેસને જોરદાર ફાયદો ઉઠાવ્યો અને વિંડીઝની જીત માટે મજબૂત પાયો નાંખ્યો. લિંડલ સિમંસે પોતાની આ ઈનિંગ્સમાં 45 બોલમાં નોટઆઉટ 67 રન બનાવ્યા અને અંત સુધી આઉટ થયો નહીં. સિમંસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.