ફરી યુક્રેન અને રશિયાને લઇ UN માં ભારતે આપ્યું મોટું નિવેદન

સંયુક્ત રાષ્ટ્રની ઇમરજન્સી બેઠકમાં ભાગ લેનાર ભારતે રશિયા-યુક્રેન હુમલામાં નાગરિકોના વિસ્થાપનને કારણે બગડતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય રાજદૂત ટીએસ તિરૂમૂર્તિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અસરગ્રસ્ત વસ્તીની માનવતાવાદી જરૂરિયાતોને પહોંચી વળવાની તાત્કાલિક જરૂરિયાત છે.અને તેમણે કહ્યું કે અમે (ભારતે) યુક્રેનથી લગભગ 22 હજાર 500 નાગરિકોની સુરક્ષિત પરત લાવ્યા છીએ.

આ સિવાય અમે બીજા 18 દેશોના નાગરિકોને પણ મદદ કરી છે. તિરૂમૂર્તિએ કહ્યું કે ભારત યુક્રેનિયન સત્તાવાળાઓ અને તેના પડોશી દેશો દ્વારા નાગરિકોની સલામત પરત સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવેલી સુવિધાની પ્રશંસા કરે છે. અમે યુક્રેનમાં દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવાના અમારા આહ્વાનને પુનરાવર્તિત કરીએ છીએ.અને આપણા વડાપ્રધાને અનેક પ્રસંગો પર આ કહ્યું છે અને તાત્કાલિક યુદ્ધવિરામ અને વાતચીતના રાજદ્વારી માર્ગ માટે આહ્વાન કર્યું છે.

તિરુપતિ સંયુક્ત રાષ્ટ્રની ઇમરજન્સી બેઠકમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે યુક્રેનમાં થઈ રહેલા ગંભીર માનવીય નુકસાનને ધ્યાનમાં રાખીને ભારત આવનારા દિવસોમાં વધુ સહાય પુરવઠો મોકલવા જઈ રહ્યું છે.અને તેમણે એમ પણ કહ્યું કે અમે યુક્રેનને 90 ટનથી વધુ દવાઓ અને રાહત સામગ્રી સહિત તમામ માનવતાવાદી પુરવઠો મોકલી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.