કેનેડિયન હાઈ કમિશનરે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, નિજ્જર-પન્નુ કેસ પર આપી દીધુ મોટું નિવેદન…

ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે કેનેડેના હાઈ કમિશનર દ્વારા એક મોટું નિવેદન આપ્યું છે જેના પગલે સંબંધ વધુ બગડી શકે છે.

India-Canada relations: હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. આ દરમિયાન ભારતમાં કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકેએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે જેના પગલે બંને દેશો વચ્ચે સંબંધ વધારે બગડી શકે છે. કેમેરોન મેકીએ ભારત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, ‘ભારતે અમેરિકા અને કેનેડામાં એક સાથે અનેક લોકોને નિશાન બનાવ્યા હતા. આ તેમના એક ષડયંત્રનો ભાગ હતો.’ નોંધનીય છે કે, કેમેરોન મેકેએ ઓગસ્ટમાં તેમનો કાર્યકાળ પૂરો કરીને ભારત છોડી દીધું હતું.

‘ભારતે તેની હદ વટાવી દીધી’

અમેરિકાએ એક પૂર્વ ભારતીય અધિકારી પર ન્યૂયોર્ક સ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે કેનેડાએ પણ ભારત સરકાર પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. ઓગસ્ટમાં ભારત છોડી ગયેલા મેકેએ કહ્યું, ‘ભારત સરકાર વિચારે છે કે તેમના એજન્ટો કેનેડા અને અમેરિકામાં હિંસા કરીને ભાગીને છટકી શકે છે. મને લાગે છે કે આ લોકો કેટલીક ભૂલને કરાણે પકડાયા છે. હું અમેરિકા અને કેનેડા બંનેમાં બનેલી ઘટનાઓ વિશે વાત કરી રહ્યો છું. ભારતે તેની હદ વટાવી દીધી છે. તેનાથી ભારતીય બ્રાન્ડને પણ નુકસાન થશે.’

‘સંબંધો સુધારવામાં સમય લાગશે’

આ ઉપરાંત ભારત પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ‘કેનેડા સાથે રાજદ્વારી સંબંધો સુધારવા એ હાલમાં ભારતના એજન્ડામાં નથી. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થવામાં સમય લાગશે. ભારત એક લોકશાહી દેશ છે. કેનેડા અને અન્ય દેશો ભારત સાથે વધુ સારા સંબંધો રાખવા માંગે છે. વ્યૂહાત્મક રીતે બંને દેશો એકબીજા પર નિર્ભર છે. પરંતુ ભારત સરકાર તરફથી જે પ્રકારનું વર્તન આપણે જોયું છે, તેનાથી એક ઉન્નતિ થઈ છે. ઘણા બધા પ્રશ્નો એટલા માટે કેનેડાએ આ કાર્યવાહી કરવી પડી છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.