ભારતના ક્રિકેટ બોર્ડે 10 મહિનાથી ક્રિકેટરોને પગાર ચુકવ્યો નથી

                                                               

ભારતનુ ક્રિકેટ બોર્ડ દુનિયાનુ સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણાય છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના ક્રિકેટરોને છેલ્લા 10 મહિનાથી બોર્ડે સેલેરી ચુકવી નથી.

બોર્ડ સાથે કોન્ટ્રાક્ટથી જોડાયેલા 27 ખેલાડીઓ એવા છે જેઓ ગયા ઓક્ટોબર મહિનાથી પોતાના પગારની રાહ જોઈ રહ્યા છે.તેમને મેચ ફી પણ આપવાની હજી બાકી છે.

બોર્ડ કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા ખેલાડીઓને એક વર્ષમાં ચાર વખત ઈન્સ્ટોલમેન્ટમાં કોન્ટ્રાક્ટની રકમ ચુકવે છે.આ રકમ તો બાકી જ છે અને ખેલાડીઓની મેચ ફી પણ હજી ચુકવાઈ નથી.ડીસેમ્બર પછી ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, નવ વન ડે અને 8 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી.જે માટે ખેલાડીઓને પૈસા ચુકવાયા નથી.

એક અંગ્રેજી અખબારે પ્રસિધ્ધ કરેલા અહેવાલ પ્રમાણે બોર્ડે કુલ 99 કરોડ રુપિયા ચુકવવાના થાય છે.જેમને પૈસા નથી મળ્યા તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ પણ છે.જેઓ એ પ્લસ ગ્રેડના કોન્ટ્રાક્ટમાં સામેલ છે.આ ખેલાડીઓને વર્ષે સાત કરોડ રુપિયા મળવાના છે.આ જ રીતે ગ્રેડ એમાં 5 કરોડ, ગ્રેડ બીમાં 3 કરોડ અને ગ્રેડ સીમાં 1 કરોડ રુપિયા ખેલાડીને અપાય છે.

બીસીસીઆઈની બેલેન્સશીટ પ્રમાણે માર્ચ 2018 સુધીમાં બોર્ડના બેંક ખાતામાં 5536 કરોડ રુપિયા જમા છે.જેમાં 2292 કરોડની એફડી પણ સામેલ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.