આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડ પ્રથમ T-20 મેચ,જાણો કઈ ચેનલ જોઈ શકાશે મેચ…

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 રાત્રે 10.30 કલાકે શરૂ થશે અને સાઉથેમ્પટન ટી20ના ટાઈમિંગથી બ્રોડકાસ્ટર, બીસીસીઆઈ અને ભારતીય ક્રિકેટ ફેંસ ઉપરાંત વિજ્ઞાપનદાતા પણ ખુશ જોવા મળ્યા નથી

ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસમાં છે અને ટેસ્ટમાં હાર બાદ હવે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ રમવાની છે જેમાં બન્ને ટીમો વચ્ચે પ્રથમ ટી20 આગામી 7મી જુલાઇથી શરૂ થવા જઇ રહી છે. સીરીઝની પહેલી મેચ ધ રૉઝ બાઉલ, સાઉથેમ્પ્ટનમાં રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે અને આ મેચ માટે ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને ટીમ ઇન્ડિયાનો પ્રેક્ટિસ વીડિયો સામે આવ્યો છેઆ વીડિયોમાં હાર્દિક, ચહલ અને કાર્તિક સખત પ્રેક્ટિસ કરતા દેખાઇ રહ્યાં છે

ભારતીય ટીમ માટે એક મહત્વના સારા સમાચાર છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા કોરોના વાયરસથી મુક્ત થયા બાદ ટીમ સાથે જોડાઈ ગયો છે. રોહિત શર્મા સાઉથેમ્પટન ટી20માં રમશે એવું માનવામાં આવે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટી-20 સીરિઝનું પ્રસારણ ભારતમાં સોની નેટવર્ક પરથી થશે અને મોબાઈલ યૂઝર્સ સોની લિવ એપ પર મેચ જોઈ શકશે અને જિયો ટીવી એપ પરથી પણ સ્ટ્રીમિંગ નીહાળી શકાશે

હવામાનની વાત કરીએ તો સાઉથેમ્પટનમાં રમાનારી પ્રથમ ટી-20માં હળવો વરસાદ પડવાની સંભાવના છે. જોકે તેનાથી મેચ પ્રભાવિત થવાની સંભાવના નહીંવત છે. હવામાન મેચને અનુકૂળ રહેશે. તાપમાન 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.