ભારત હવે ધીરે ધીરે રોકાણ માટેનું કેન્દ્ર બની રહ્યું છે. અનેક દેશો હવે ભારતને એક આકર્ષક રોકાણ હબ તરીકે જોઇ રહ્યા છે. જ્યાં તેઓને અનેક રીતે ફાયદો થઇ રહ્યો છે. ભારતમાં રહેલી રોકાણ માટેની વિપુલ તક ઉપરાંત સુધારાઓ તેમજ વિકાસદરને ધ્યાનમાં રાખતા આગામી પાંચ વર્ષમાં દેશમાં 475 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ જોવા મળી શકે છે.
News Detail
96% MNC ભારતના અર્થતંત્રને લઇને સકારાત્મક
MNCના ભારતીય અર્થતંત્ર અંગેના વલણને જોઇએ તો 96 ટકા MNC લાંબા સમય સુધી ભારતીય અર્થવ્યવસ્થાને સકારાત્મક માને છે. MNCએ જીએસટી, વિભિન્ન ક્ષેત્રોમાં ડિજીટલ પ્રથાઓને પ્રોત્સાહિત કરવા તેમજ કરવેરામાં પારદર્શિતા સહિત અન્ય સુધારાઓની સરાહના કરી. મોટા ભાગની મલ્ટીનેશનલ કંપનીઓના અભિપ્રાય અનુસાર ભારતીય અર્થવ્યવસ્થા ત્રણ-પાંચ વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. ભારતમાં ગત દાયકામાં એફડીઆઇમાં સતત વૃદ્વિ જોવા મળી રહી છે. 2021-22માં રેકોર્ડ 84.8 અબજ ડોલરની એફડીઆઇ થઇ હતી.
ઇવાય ઇન્ડિયાના પાર્ટનર સુધીર કાપડિયાએ કહ્યું કે, ભારતનું વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓમાં એક ઉભરતું ઉત્પાદન કેન્દ્ર, સતત વધતું ગ્રાહક માર્કેટ અને સરકારી-ખાનગી ક્ષેત્રોના ડિજીટલ પરિવર્તનમાં એક વૈશ્વિક નેતૃત્વ કરનારા દેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. MNCને આશા છે કે સરકાર કારોબારી સુગમતાને યથાવત્ રાખવા માટે મુક્ત વેપાર સમજૂતિને વધુ ઝડપી બનાવશે. તે ઉપરાંત સરકાર જીએસટીમાં પણ સુધાર લાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.