ભારત પોતાના પરમાણું હથિયારોમાં કરી રહ્યું છે વધારો : SIPRI

દુનિયામાં ફક્ત 9 દેશ એવા છે કે જેની પાસે પરમાણુ હથિયાર છે. તેમાં ભારતનું નામ પણ સામેલ છે. ભારત પાસે 160 પરમાણુ હથિયાર છે. પણ હવે એવુ લાગે છે કે, ભારત આ હથિયારોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. આ દાવો કર્યો છે, સ્ટોકહોમના ડિફેન્સ થિંક ટેંક સંસ્થા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (SIPRI)એ. સીપ્રીએ પાકિસ્તાન વિશે પણ આવો જ અંદાજો લગાવ્યો છે.અને તે પણ પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા વધારાવમાં લાગ્યુ છે.

સેટેલાઇટ તસ્વીરોથી ખુલાસો થયો છે કે, ચીન પણ પોતાના પરમાણુ હથિયારોની તાકાતમાં વધારો કરી રહ્યું છે. તે 300થી પણ વધારે નવી મિસાઇલો અને સાઈલો બનાવી રહ્યું છે. સાઇલો જમીનની અંદર ઉંડા અને સિલિંડર જેવા ખાડા હોય છે, જેની અંદરથી મિસાઇલ લોન્ચ થાય છે. સામાન્ય રીતે મિસાઇલને તેમાં મૂકી હોય છે અને આ મિસાઇલ પરમાણુ હથિયારોની સંખ્યા 350 જ ગણાવી છે.

એ વાત સાચી છે કે, ચીન પાસે પાછલા બે વર્ષથી તેની પાસે રહેલા પરમાણુ હથિયારોની સંખ્યા 350 જ ગણાવી રહ્યું છે, પણ સીપ્રી અનુસાર ગયા વર્ષે ચીને ઘણા બધા નવા લોન્ચર્સ ફીલ્ડમાં ઉતાર્યા છે અને ભલે ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા ઓછી કહેવાઇ રહી હોય, પણ ચીન પણ પોતાના વોરહેડ્સની સંખ્યા વધારવામાં લાગ્યુ છે.

ભારત પાસે જાન્યુઆરી 2021માં 156 પરમાણું હથિયાર હતા, જે જાન્યુઆરી 2022માં વધીને 160 થઇ ગયા છે. સીપ્રી અનુસાર પાકિસ્તાનમાં બંને સમયે પારમાણુ હથિયારો 165 હતા. સીપ્રીની રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન બંને જ પરમાણુ હથિયાર વધારવામાં લાગ્યા છે. ભારત પોતાના પરમાણુ હથિયારોનો ખુલાસો આધિકારિક રૂપે નથી કરતુ.અને ભારત તેમજ પાકિસ્તાન બંને જ પોતાના મિસાઇલોના પરિક્ષણની જાણકારી તો આપે જ છે, પણ તે હથિયારોની તાકાત અને ક્ષમતા વશે નથી કહેતા.

પરમાણુ હથિયાર ભારત પાસે પણ છે, પણ ભારતની નીતિ છે કે, તે પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરશે. પણ પાકિસ્તાનમાં એ પ્રકારની કોઇ નીતિ જ નથી અને જે 9 દેશો પાસે પરમાણુ હથિયાર છે. તે દેશોમાં અમેરિકા, રશિયા, યુકે, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઇઝરાયેલ અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. રશિયા પાસે 5977, અમેરિકા પાસે 5428, ચીન પાસે 350, ફ્રાન્સ પાસે 290, યુકે પાસે 225, પાકિસ્તાન પાસે 165, ભારત પાસે 160, ઇઝરાયેલ પાસે 90 અને ઉત્તર કોરિયા પાસે 20 પરમાણુ હથિયાર છે.

ભારતની પાસે નાની દૂરીવાળા પૃથ્વી મિલાઇલ છે. તેની મારક ક્ષમતા 350 કિલોમીટરની છે અને અગ્નિ-1ની રેન્જ 700 કિલોમીટરની છે, અગ્નિ-2ની રેન્જ 2000 કિલોમીટર અને અગ્નિ-3ની રેન્જ 3000 કિલોમીટરની છે. તે દરેકને સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. અગ્નિ-5ની રેન્જ 5000 કિલોમીટર છે. એટલે એ મિસાઇલોની મદદથી ભારત પાકિસ્તાનના દરેક શહેરનો નિશાનો બનાવી શકે છે અને જો ભારત, પાકિસ્તાન પર પરમાણું બોમ્બ નાંખે છે તો તેનાથી રાવલપિંડી, લાહોર, ઇસ્લામાબાદ, નવશેરા અને કરાંચી શહેર આખે આખા નાશ પામી શકે છે.

ભારતે 1999માં નો ફર્સ્ટ યુઝની પરમાણુ નીતિની ઘોષણા કરી હતી. જોકે, ભારત ક્યારેય પણ એટોમિક હથિયારોનો પહેલા ઉપયોગ કરશે નહીં. ભારત ફક્ત પરમાણુ હુમલો થવાની સ્થિતિમાં જ પોતાના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે અને જ્યારે, પાકિસ્તાનમાં એવો કોઇ નિયમ નથી. પાકિસ્તાનના નેતાઓ અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ પર નિર્ભર કરે છે કે તેમણે ક્યારે અને કઇ સ્થિતિમાં પરમાણુ હમલો કરવાનો છે.

1999માં કારગિલ યુદ્ધ લગભગ બે મહિના સુધી ચાલ્યું હતું. તેમાં ભારતની જીત થઇ હતી. યુદ્ધ પૂર્ણ થયાના 3 વર્ષ બાદ એ ખુલાસો થયો હતો કે, આ દરમિયાન પાકિસ્તાને પરમાણુ હથિયાર તહેનાત કર્યા હતા અને 1999માં યુએસ સેટેલાઇટ ચિત્રો દ્વારા ખબર પડે છે કે, પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે પરમાણુ હથિયારોને તહેનાત કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.