ભારતે અમેરિકાને કહ્યું રશિયા પાસેથી શું ખરીદવું અને શું નહીં તે અમારો અધિકાર છે

ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેઓએ અમેરિકાની તરફથી પ્રતિબંધનો ખતરો હોવા છતાં રશિયાથી મિસાઈલ હથિયાર ખરીદવાની ભારતની પરંપરાનો અધિકૃત રીતે બચાવ કર્યો છે. જયશંકરે કહ્યું કે ભારત અમેરિકાની ચિંતાઓ પર ચર્ચા કરી રહ્યું છે. જો કે તેઓએ રશિયા પાસેથી S-400 ખરીદવાના સંદર્ભે કોઈ પણ નિર્ણયને લઈને વાતચીતનો ઈન્કાર કર્યો હતો.

  • ભારતના વિદેશ મંત્રી જયશંકરે સોમવારે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે મુલાકાત કરી 
  • રશિયા-ભારત વચ્ચે થયેલી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને લઈને થઈ વાતચીત
  • ઘણા સમયથી અમેરિકા ભારતને રશિયા સાથે ડીલ ન કરવાની ધમકી આપતું રહ્યું છે

વિદેશમંત્રી એસ જયશંકરે કહી આ વાત

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોની સાથે સોમવારે બેઠક કરતાં પહેલાં કહ્યું કે ભારત રશિયાથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ S- 400 ખરીદવા માટે સ્વતંત્ર છે. તેઓએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈ દેશ અમને જણાવે કે રશિયા પાસેથી શું ખરીદવું અને શું નહીં. અમે હંમેશા જણાવ્યું છે કે અમે સૈન્ય માટે શું ખરીદી રહ્યા છીએ એ અમારો પોતાનો અધિકાર છે. આ જ રીતે અમે નથી ઈચ્છતા કે કોઈ અમને જણાવે કે અમારે અમેરિકા પાસેથી શું ખરીદવું છે અને શું નહી?

જયશંકરે પત્રકારોને કહ્યું કે આ વાતનો નિર્ણય અમારો અધિકાર છે અને મને લાગે છે કે આ વાતને સમજવું દરેકના હિતમાં છે. રશિયાની યૂક્રેન તેમજ સીરિયામાં સૈન્ય સંલિપ્તતા અને અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપના કારણે અમેરિકાએ 2017ના કાયદાના આધારે એ દેશો પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે જે રશિયાથી મોટા હથિયારો ખરીદી રહ્યા છે. જયશંકરે અમેરિકાની સાથે મળીને કેટલાક સારા સંબંધોને વખાણ્યા પણ ઈરાનના સંદર્ભમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વ્યૂને લઈને ભારતના મતભેદ પણ જણાવ્યા છે. અમેરિકાએ ઈરાન પર દબાણ વધારવા માટે દરેક દેશ તેની પાસેથી તેલની ખરીદી રોકવા માટે તેની પર પ્રતિબંધની ધમકી આપી છે. ટ્રંપ પ્રશાસને ભારત સહિત ઈરાનથી તેલ ખરીદનારા દેશોને મળેલી છૂટ સમાપ્ત કરી દીધી હતી.

જયશંકરે ઈરાન પર વાતચીતને લઈને વધારે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાની મનાઈ કરી હતી. તેઓએ કહ્યું કે ભારત માટે અમને ભરોસો આપવામાં આવ્યો છે કે ઉર્જાને માટે સસ્તી પહોંચમાં કોઈ બદલાવ લાવવામાં આવ્યો નથી. ભારત ઈરાનના ચાબહાર બંદરના વિસ્તાર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેથી પાકિસ્તાનને બદલે અફઘાનિસ્તાનની તરફથી આયાત નક્કી કરી શકાશે.

ભારતે ગયા વર્ષે રશિયાની સાથે s- 400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમખરીદવાનો કરાર કર્યો છે. અમેરિકાએ તેની પર રોષ દેખાડ્યો અને સાથે ભારત પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે. ભારતને રશિયાથી s- 400 મિસાઈલ રક્ષા પ્રણાલીનો પહેલો જથ્થો 2021ના અર્ધવાર્ષિક સમયમાં મળી શકશે. ભારતે દીર્ઘકાલીન સુરક્ષા જરૂરિયાતોને માટે 5 ઓક્ટોબર 2018માં નવી દિલ્હીમાં 19માં ભારત-રશિયા વાર્ષિક દ્વિપશ્રીય સંમેલનના સમયે પાંચ એસ 400 પ્રણાલીની ખરીદી માટે રશિયા સાથે 5.43 બિલિયન ડોલરના કરાક પર હસ્તાક્ષર કર્યા હતા.

શું છે S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ?

S-400 મિસાઈલ સિસ્ટમ, એસ-300નું અપડેટેડ વર્ઝન છે. જે 400 કિલોમીટરના વિસ્તારમાં આવતી મિસાઈલો અને પાંચમી પેઢીના ફાઈટર જેટને પણ ખતમ કરી દેશે. S-400 ડિફેન્સ સિસ્ટમ એક પ્રકારે મિસાઈલ શિલ્ડનું કામ કરશે, જે પાકિસ્તાન અને ચીનની અણું ક્ષમતાવાળી બેલિસ્ટિક મિસાઈલોથી ભારતને સુરક્ષા આપશે. આ સિસ્ટમ એક વખતમાં 72 મિસાઈલ છોડી શકે છે. આ સિસ્ટમ અમેરિકાની સૌથી એડવાન્સ્ડ ફાઈટર જેટ F-35ને પણ તોડી પાડી શકે છે. સાથે જ 36 પરમાણું ક્ષમતાવાળી મિસાઈલો એક સાથે નષ્ટ કરી શકે છે. ચીન બાદ આ ડિફેન્સ સિસ્ટમને ખરીદનારો ભારતનો બીજો દેશ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.