શ્રીલંકાના અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટ દરમિયાન ભારત એક વાર ફરી મસીહા બનીને સામે આવ્યું છે. વિદેશી દેવુંના ચક્કરમાં ખરાબ રીતે ફસાયેલા શ્રીલંકાને ભારતે એક વાર ફરી 50 કરોડ ડોલરના સહાયની જાહેરાત કરી છે, આ ઉપરાંત ભારતે અંદાજે 2 અબજ ડોલરની ક્રેડિટ લાઈન પણ આપી છે, જેનાથી શ્રીલંકા અન્ન, દવા અને બીજી જરૂરી વસ્તુઓની ખરીદી કરી રહ્યું છે. હાલની 50 કરોડ ડોલરની સહાયતા આનાથી અલગ છે અને આ સહાયતા ભારતે શ્રીલંકાને તેલ ખરીદવા માટે કરી છે. શ્રીલંકામાં તેલ માટે હોબાળો મચ્યો છે, ત્યાં અંદાજે 350 રૂપિયા પ્રતિ લીટર તેલ મળી રહ્યું છે.
શ્રીલંકાના વિદેશ મંત્રી જીએલ પીરિજે જણાવ્યું કે, IMF પાસેથી સહાયતા આવવામાં 6 મહિનાનો સમય લાગશે અને આ રકમ હપ્તાઓમાં મળશે, આ સમય દરમિયાન અમને અમારા લોકો સુધી જરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે વિશેષ ફંડની જરૂર રહેશે, જે ભારત આપી રહ્યું છે
ભારતે તેલની ખરીદી કરવા માટે બીજી વાર 50 કરોડ ડોલરની સહાયતા આપી છે, આનાથી શ્રીલંકાની નાણાકીય વ્યવસ્થામાં સુધારો કરવા માટે મદદ મળશે, આના પહેલા ગત મહિનામાં ભારતે પહેલા ક્રેડિટ લાઈનના રૂપમાં 1.20 લાખ ટન ડીઝલ અને 40 હજાર ટન પેટ્રોલ મોકલાવ્યું હતું અને અત્યાર સુધી ભારત અંદાજે 2 અબજ ડોલરની ક્રેડિટ લાઈન શ્રીલંકાને આપી ચૂક્યો છે, જેનાથી શ્રીલંકા ચોખા, દવા અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદી કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.