ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર શાદુઁલ ઠાકુર બુધવારની સામે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં રમવા માટે હવે એકદમ ફિટ છે. શાદુઁલ એક ઓલરાઉન્ડરની સાથે સાથે બેટ સાથે પણ સારી કમાલ દેખાડી શકે છે. આવામાં કેપ્ટન વિરાટ કોહલી તેને ટીમ માં સામેલ કરવા અંગે વિચારતો હશે.
ટીમનાં વાઈસ કેપ્ટન અજિંકય રહાણે કહયું કે શાદુઁલ ફીટ છે અને સિલેકશન માટે તૈયાર છે. શાદુઁલ મહિનાની શરૂઆતમાં ટ્રેન્ટ બ્રિજમાં પહેલી મેચ રમ્યો હતો. પછી બીજી મેચમાં ઈજા થઈ હતી. તેની ગેરહાજરીમાં ઈશાંત શર્માને સામેલ કરવામાં આવ્યો હતો.
ઈશાંત શર્મા બેટ સાથે એટલું કમાલ કરી શકતો નથી. જેટલો શાદુઁલ કરી શકે છે. બોલસઁ વચ્ચે એક સારી જંગ ચાલી રહી છે. અને હવે એ જોવાનું છે કે લીડ્સમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં કોને તક આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.