વિરાટ કોહલીના જોરદાર પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ મોહાલીમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની બીજી T20 મેચમાં કબજો કર્યો હતો. હવે આજે ત્રીજી T20 બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાવાની છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે થોડા ખરાબ સમાચાર છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ મેચની આખી મજા બગાડી શકે છે. તાજેતરના હવામાન ખાતાના અપડેટ્સ વિશે વાત કરીએ તો બેંગ્લોરમાં વરસાદી વાદળો છે અને વરસાદ થવાની સંભાવના છે. એવામાં વરસાદ ભારત-સાઉથ આફ્રિકાની મેચમાં વિઘ્ન પાડી શકે છે.
મૌસમને લઇને કહેવાય છે કે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કર્ણાટક, તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં જોરદાર તોફાન અને વરસાદ પડી શકે છે. જો કે, જો હવામાન પર નજર કરીએ તો, મેચ દરમિયાન 30-40% જેટલો વરસાદ પડી શકે છે. મેચને મધ્યમાં રોકવામાં આવી શકે છે અને ઓછી ઓવર્સ સાથે પણ મેચ રમાડવી પડે તેવી સંભાવના દેખાય છે.
પહેલી T20મા પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. ધરમશાળામાં પહેલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શરૂઆતથી જ વરસાદની સંભાવના હતી. જો કે અંતે વધુ વરસાદ પડ્યો હોવા છતાં મધ્યમાં વરસાદ અટકી ગયો હતો, પરંતુ તે પછી વરસાદ શરૂ થયો હતો, જેના કારણે અંતે મેચ રદ્દ થઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.